ઈડર માં બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાઈ
ઈડર માં બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાઈ
જય ભીમ યુવા સંગઠન દ્વારા ભારત રાન અને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ની ૧૩૪ જન્મ જયંતી પ્રસંગે વિવિધ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુહતુ જેમાં ૧૩મી એપ્રિલે ભીમ ડાયરો અને ભવ્ય આતિશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પસંગે સામાજીક કાર્યકર રામાભાઈ સોલકી મુકેશ પરમાર (ભુવા) ઈસ્માઈલ મુસ્લા પૂર્વ નગર પાલીક પ્રમુખ જયસિંહ તવર, તથા ધારાસભ્ય રમણલાલ વોરા તથા અશ્વિન પટેલ પીકેશ શાહ, મુકેશ સોલંકી, જયેન્દ્ર ભાઈ ચૌહાણ, પૂર્વ પ્રિન્સીપાલ કાંતાબેન પરમાર સહીત અન્ય ગામ ના આગેવાનો જોડાયા હતા
સોભાયાત્રા ભાભી સમાજવાડી, ટાવર, ભૂતિયા પૂલ મદીના મસ્જીદ નગરપાલીકા થી એપોલો ત્રણ રસ્તા પરંત બરવાવ રોડ થી શિખર સોસાયટી થી પરત ભાંભી સમાજવાડી આવી હતી આ યાત્રામાં ટાવર પાસે મન્સુરી સમાજ, કસ્બા સમાજ, મેમણ સમાજના આગેવાનોએ ફુલહારથી સ્વાગત કર્યું હતું લોકોને પાણી અને આઈસક્રીમ આપી યાત્રાળુ ઓનું બહુમાન કર્યુ હતું વિનોદ પરમાર તથા રામભાઈ સોલંકી મુસ્લીમ સમાજના આગેવાનો આભાર વ્યક્ત કર્યો હતો તથા યુવાનો મુસ્લિમ ભાઈઓ આ પ્રસંગ વખતે ખડે પગે રહી, સેવાઓ આપી હતી ડોક્ટર બાબા સાહેબ ની શોભા યાત્રા ડીજે અને બેન્ડ સાથે કાઢવામાં આવી હતી વાદળી રંગની ઝંડીઓ ફરકાવી યાત્રા વાદળી રંગે રંગાઈ હતી
જયંતિ પરમાર સાબરકાંઠા