GUJARAT

બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ગ્રંથાલય સમિતિની પ્રથમ બેઠકમાં હાજરી આપી

કિરીટ પટેલ બાયડ

પુસ્તકોમાં સચવાયેલો ગુજરાતનો સંસદીય ઈતિહાસ : ગ્રંથાલય સમિતિની પ્રથમ બેઠકમાં ધવલસિંહ ઝાલાની હાજરી

ગુજરાત વિધાનસભાની ગ્રંથાલય સમિતિની પ્રથમ બેઠક અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ની અધ્યક્ષતામાં મળી તેમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ હાજરી આપી ગ્રંથાલયને વધુ કાર્યક્ષમ અને જનઉપયોગી બનાવવાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

ગુજરાત વિધાનસભાનું ગ્રંથાલય એટલે માત્ર પુસ્તકોનું સ્થળ નહીં, પરંતુ ગુજરાતના સંસદીય, લોકશાહી અને ઐતિહાસિક વારસાનું સંવર્ધન કરતું જ્ઞાનભંડાર.

1960માં ગુજરાતની સ્થાપના સમયે આશરે 4 હજાર પુસ્તકો સાથે શરૂ થયેલો આ સંગ્રહ આજે 80 હજારથી વધુ પુસ્તકો સુધી પહોંચ્યો છે. અહીં એવા અનેક ઐતિહાસિક દસ્તાવેજો અને સરકારી અહેવાલો સચવાયેલા છે, જે અન્યત્ર સરળતાથી ઉપલબ્ધ નથી.

સંસદીય પુસ્તકો, કાયદાના પુસ્તકો, સૌરાષ્ટ્ર વિધાનસભાના દસ્તાવેજો, લોકસભાની ચર્ચાઓ, સરકારી દસ્તાવેજો, ગેઝેટ્સ, નિયમો અને ગૃહની ચર્ચાઓ સહિતનું વિશાળ સાહિત્ય ધારાસભ્યો માટે મહત્વપૂર્ણ સંદર્ભસામગ્રી પૂરું પાડે છે.

આ ઉપરાંત દરરોજ 76 જેટલા અખબારો ગ્રંથાલયમાં ઉપલબ્ધ થાય છે, જેના માધ્યમથી દેશ-દુનિયા અને ગુજરાતના વર્તમાન પ્રવાહોની માહિતી પણ મળી રહે છે.

આ અમૂલ્ય વારસાને સમયની જરૂરિયાત મુજબ વધુ આધુનિક, સુલભ, કાર્યક્ષમ અને જનઉપયોગી બનાવવા માટે સમિતિની બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી.

“જ્યાં પુસ્તકોમાં માત્ર માહિતી નહીં, પરંતુ ઈતિહાસ સચવાયેલો છે—એ ગુજરાત વિધાનસભાનું ગ્રંથાલય છે.

Back to top button
error: Content is protected !!