GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

બાલાસિનોર પબ્લીક સ્કૂલની ફૂટબોલ ટીમનો દબદબો: 70મી SGFI મહીસાગર જિલ્લા કક્ષામાં U-17 અને U-19 બંને ટીમો ચેમ્પીયન.

તારીખ ૧૨/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

70મી અખિલ ભારતીય શાળાકીય રમતો S.G.F.I 2026/27 અંતર્ગત મહીસાગર જિલ્લા કક્ષાની ફૂટબોલ સ્પર્ધા બાલાસિનોર ખાતે યોજાઈ હતી. જેમાં બાલાસિનોર પબ્લીક સ્કૂલ અંગ્રેજી માધ્યમની ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને વયજૂથ 17 અને 19 બંને વિભાગમાં ચેમ્પીયનશિપનો ખિતાબ જીતી લીધો છે. જ્યાં શાળાની બંને ટીમોનું આ સતત ત્રીજા વર્ષે ઉત્કૃષ્ટ પ્રદર્શન રહ્યું છે. જિલ્લા કક્ષામાં વિજેતા બનતા બંને ટીમોની રાજ્ય કક્ષાએ પસંદગી પણ થઈ છે. અને માત્ર ફૂટબોલ જ નહીં, તાલુકા કક્ષાએ યોજાયેલી વિવિધ રમતોની અલગ-અલગ વયજૂથની સ્પર્ધાઓમાં પણ શાળાના ખેલાડીઓએ જુજારુ પ્રદર્શન કરીને શાળા અને સંસ્થાનું નામ રોશન કર્યું છે. અને આ સફળતા પાછળ કોચ મલેક મોહંમદ શાનીની અથાગ મહેનત અને બાળકોનો રમત પ્રત્યેનો ઉત્સાહ મુખ્ય કારણ છે. કોચની તાલીમ હેઠળ ખેલાડીઓનું પ્રદર્શન દિવસે-દિવસે નિખરી રહ્યું છે. ત્યારે શાળા પરિવાર અને સંચાલક મંડળે જણાવ્યું કે, રમતમાં માત્ર જીત જ સ્થાન નથી, પરંતુ મહેનત, શિસ્ત અને ટીમવર્ક જ એજ સાચી ઓળખ છે. આ સિદ્ધિઓ બદલ સમગ્ર ટીમ અને કોચને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. જ્યાં આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પણ શાળા પરિવારે ટીમોને શુભેચ્છા આપી છે.

Back to top button
error: Content is protected !!