સાથ ચેરીટેબલ ટ્રસ્ટ માધ્યમથી અમદાવાદ હાર્ટ માં બનાસકાંઠા ના કારીગરોની એક્સપો વિજીટ
25 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સાથ ચેરીટેબલ ટ્રસ્ટ બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારો માં તેમજ સ્થળો ઉપર વિવિધ પ્રોગમો ચલાવે છે જેમાં થરાદ માં સુફ કામ કરતા કારીગરો સાથે સાથ ફેસીલેટર ટીમ માધ્યમથી બિઝનેસ,માર્કેટિંગ,ડિઝાઇનિંગ, ફોટોગ્રાફી, બુક કીપિંગ જેવી વિવિધ ટ્રેનિંગો તેમજ સખી મંડળ અને આર્ટીઝન કાર્ડ બનવા પ્રોડક્ટ ડેવલોપમેન્ટ કરાવવા જેવા વિવિધ કામો કરવામાં આવે છે અને એમના વારસાગત કાળા ને જીવંત રાખવા સાથે સાથે વિશ્વ ફલક ઉપર રજૂ કરવા અનેક જગ્યાએ મંચ પણ આપવામાં આવે છે જેના અંતર્ગત દિલ્લી ખાતે ગ્લોબલ એલાયન્સ ફોર માસ એન્ટરપ્રેન્યોરશિપ (GAME) માધ્યમ ઇવેન્ટ આયોજિત કરવામાં આવેલ જેમાં સાથ ચેરીટેબલ ટ્રસ્ટ વતી બેલાબેન જોશી, મીરાબેન સોલંકી અને કલા સખી મંડળ વતી કલાવતીબેન રાઠોડ આવેલ તેમજ જાન્યુઆરી મહિનામાં ગ્લોબલ એલાયન્સ ફોર માસ એન્ટરપ્રેન્યોરશિપ (GAME) બેંગ્લોરમાં સ્થિત હેડ ઓફિસ ખાતે એક રાઉન્ડઅપ મીટિંગ રાખવામાં આવેલ જેમાં તાન્ઝાનિયા અને ઇથોપિયા સહિત સમગ્ર આફ્રિકામાંથી તેમજ બેંગ્લોર ગુજરાત માંથી સાથ ચેરીટેબલ ટ્રસ્ટ વતી મીરાબેન સોલંકી અને કૃતિબેન ઝવેરી અને થરાદના કલા સખી મંડળ વતી ભાવનાબેન રાઠોડ પ્રતિનિધિત્વ કરેલ
અમદાવાદમાં વસ્ત્રાપુરમાં અમદાવાદ હાર્ટ કરીને એક્ઝિબિશન આયોજન કરવામાં આવેલ જેમાં ગુજરાત ના વિવિધ જિલ્લાઓ અને દેશના વિવિધ રાજ્યોમાંથી કારીગરો આવેલ જેઓ પોતાની કલાના ઉત્કૃત નમૂનાઓ લઈને આવ્યા હતા જે જોવા અને સમજવા માટે પાલનપુર અને થરાદ ના 50 થી વધુ બહેનોને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા જેમાં નીરજ ચૌહાણ અને આરતીબેન શ્રીમાળી આયોજન કરવામાં આવેલ અમદાવાદ હાર્ટમાં મહિલાઓ તરફથી બહુ જાણકારી પ્રાપ્ત કરી અને પોતાની કળા સાથે એમને મેળવેલ જાણકારીનો ઉપયોગ કરીને નવી નવી પ્રોડક્ટ બનાવશેસાથ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમ થી આગામી સમય માં સાથ બચત અને ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિ માધ્યમ થી પાલનપુર વિસ્તાર માં સર્વ કરવા આવશે અને ટુંક સમય માં બેંકની બ્રાન્ચ પણ ચાલુ કરવામાં આવશે જેમાં બચત અને ધિરાણ જેવી વિવિધ યોજનાઓના માધ્યમથી ૫૦૦૦ થી ૭૦૦૦ કારીગર ( બ્યુટીશન, નાના કારીગર, નાના ખેડૂત કારીગર મજૂર) જેવા લોકોને વિવિધ લાભ મળી શકશે