બનાસકાંઠા પોસ્ટ વિભાગ ના ધોતા બ્રાન્ચ પોસ્ટ માસ્ટર વય નિવૃત થતાં ભાવ દશૅન કાયૅક્રમ યોજાયો
11 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ઈન્ડિયન પોસ્ટ વિભાગ માં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધોતા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ભિખાભાઈ ડી. પ્રજાપતિ વય નિવૃત થતાં રવિવારે યાત્રાધામ મગરવાડા શ્રી માણિભદ્ર વિર તિર્થ સ્થાન ખાતે જિલ્લા સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ આર.એ.ગોસ્વામી ની અધ્યક્ષતા માં ભાવ દશૅન કાયૅક્રમ યોજાયો હતો. જેમાં ઉત્તર ગુજરાત ના જુદા જુદા વિભાગના પોસ્ટ વિભાગના અધિકારીઓ કમૅચારીઓ, પ્રજાપતિ સમાજ ના પદાધિકારીઓ આગેવાનો શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. કાયૅક્રમ માં જિલ્લા સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ આર.એ. ગોસ્વામી સહિત મહાનુભાવો ના વરદહસ્તે વયનિવૃત બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ભિખાભાઈ ડી પ્રજાપતિ નું વિશિષ્ટ સન્માન કરી ભાવભીની વિદાય આપવા માં આવી હતી. મગરવાડા તિર્થ સ્થાન ગાદીપતિ યતિવયૅ શ્રી વિજય સોમજી મહારાજ સાહેબ વતી મેનેજર શૈલેષભાઈ શાહે શુભેચ્છા પાઠવી હતી ઉપરાંત ઉપસ્થિત સંતો મહંતો પ્રજાપતિ સમાજના આગેવાનો એ વિશિષ્ટ સન્માન કર્યું હતું. નિવૃત્ત મામલતદાર હરીભાઈ પ્રજાપતિ એ સ્વાગત પ્રવચન કર્યું હતું. દિપ પ્રાગટ્ય, પ્રાથૅના થી ભાવ દશૅન કાયૅક્રમ નો શુભારંભ કરવામાં આવ્યો હતો.વય નિવૃત બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ભિખાભાઈ ડી પ્રજાપતિ 1979 માં કેન્દ્ર સરકાર ના પોસ્ટ વિભાગ માં ભરતી થયા હતા અને 1925,મા 46 વર્ષ નિષ્ઠા થી ફરજ બજાવી વય નિવૃત થયા હતા.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ