BANASKANTHAKANKREJ

થરામાં શ્રી વિનયવિદ્યા મંદિર ખાતે દશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી

 યોગ પ્રાચીન ભારતના ઋષિમુનિઓએ આપેલી અમૂલ્ય ભેટ છે.અણદાભાઈ પટેલ.

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલી શ્રી વિનય વિદ્યા મંદિરના મેદાનમાં દશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિતે શાળાના પ્રમુખ એવમ માર્કેટયાર્ડ થરાના ચેરમેન અણદાભાઈ આર. પટેલના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિનની દબદબાભેર ઉજવણી કરાઈ હતી.આ પ્રસંગે અધ્યક્ષે જણાવ્યું હતું કે આજના યુગમાં તણાવ મુક્ત અને સરળ જીવનશૈલી માટે યોગ ઉત્તમ કહેવાય છે.યોગ પ્રાચીન ભારતના ઋષિમુનિઓએ આપેલી અમૂલ્ય ભેટ છે.અંદાજે પાંચ હજાર વર્ષ પહેલાં પતાંજલિ ઋષિએ યોગશાસ્ત્રનું સર્જન
કર્યું હતું. ત્યારથી યોગની પરંપરા ચાલી આવે છે.યોગ એ પ્રાચીન વિદ્યા છે જેનાથી આપણા ઋષિ મુનિઓએ ધ્યાન ધરીને વર્ષો સુધી તપ કર્યું હતું.યોગ  કરવાથી આપણને શારીરિક અને માનસિક રીતે ખુબજ ફાયદો થાય છે.બાળકોને યોગ કરવાથી પોતાના વિદ્યાભ્યાસ માં પણ ખૂબજ ઉપયોગી સાબિત થાય છે માટે નિયમિત રીતે યોગ કરવાનો અનુરોધ કર્યો હતો.શાળાના પૂર્વ આચાર્ય ઈશ્વરભાઈ પટેલે પણ બાળકોને જીવનમાં યોગ ખૂબજ જરૂરી છે અને નિયમિત રીતે યોગ કરી જીવનમાં સફળ થવાની વાત કરી હતી.બનાસ બેંકના પૂર્વ સી. ઈ.ડામરભાઈ પટેલ(ખરસણ), આચાર્ય હરેશભાઈ એસ.ચૌધરી ખસા,નટવરલાલ શેખલિયા,એમ. વી.પટેલ,નાથાભાઈ પટેલ, નરેશભાઈ પટેલ સહિત શાળાનો સમગ્ર સ્ટાફ હાજર રહેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ નાઈ અને યોગ કાર્યક્રમનું સંચાલન નરેશભાઈ કાપડીએ કર્યું હતું.
નટવર.કે.પ્રજાપતિ,થરા

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button