BANASKANTHA
વિદ્યાધામ -ભાગળ(પીં)શાળા સંકુલના એન.એસ.એસ. ખાસ શિબિર અંતર્ગત વાસણ પ્રાથમિક શાળામાં બ્લડ ગ્રુપ નિદાન મેડિકલ કેમ્પ યોજાયો.
28 ફેબુ્રઆરી જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
વિદ્યાધામ-ભાગળ(પીં )સંચાલિત શ્રી એસ ડી એલ શાહ હાઇસ્કુલ ભાગળ(પીં)ની એનએસએસ વાર્ષિક ખાસ શિબિર વાસણ(ધા )મુકામે યોજાઇ રહી છે જેમાં બ્લડ ગ્રુપ નિદાન મેડિકલ કેમ્પનું આયોજન ધાણધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને એન.એસ.એસ.ના સ્વયંસેવકો કુલ 50 બાળકોનું બ્લડ ગ્રુપ ચેક કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધાણધા પી.એચ. સી સેન્ટર શારદાબેન પુરોહિત (લેબ ટેકનીશીયન), પરમાર કિરણ પરમાર કિરણ (સ્ટાફ નર્સ), પિયુષભાઈ પરમાર રમેશભાઈ મકવાણા સુપરવાઇઝર શ્રી ભાગળ(પીં)શાળાના આચાર્યશ્રી કિરીટકુમાર જે પટેલ, પ્રોગ્રામ ઓફિસર તેમજ સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા.