BANASKANTHAPALANPUR

પાલનપુર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા 25 મોં વાર્ષિક દાયિત્વ ગ્રહણ કાર્યક્રમ યોજાયેલ

એપ્રિલ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

    1. ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખાનો 25 મો વાર્ષિકોત્સવ અને દાયિત્વગ્રહણ કાયૅક્રમ યોજાયો હતો. જેમાં મહેમાનશ્રી ગીરીશભાઈ રાઠી (પ્રમુખશ્રી અખિલ ભારત મહેશ્વરી સમાજ, ડો. તુષાર શાહ (સંગઠન મંત્રી શ્રી, ભા.વિ.પ. ગુજરાત ઉત્તર પ્રાંત), ડૉ. મનોજ અમીન (ટ્રસ્ટીશ્રી ભારત વિકાસ પરિષદ, ગુજરાત ઉત્તર), અને પ્રાંતના હોદ્દેદારો પણ હાજર રહ્યા પ્રમુખશ્રી ડો. મિહિર પંડ્યા દ્નારા સ્વાગત પ્રવચન કરી બે વર્ષ એ જવાબદારી નહીં પણ જીવન દરમ્યાન મળતી એક બહુમૂલ્ય તક છે તેમ જણાવી શાખાના સભ્યોએ તેમજ સંયોજકશ્રીઓ આપેલ સાથ સહકાર માટે આભાર માન્યો હતો. મંત્રીશ્રી ભરત પંચાલ દ્નારા વષૅ દરમિયાન કરેલ કામ, પ્રોજેક્ટ્સ તેમજ 10 જેટલા પારિવારિક કાર્યક્રમો ની ઝલક રજૂ કરવામાં આવી હતી. મહિલા સંયોજીકા યશસ્વી પંડ્યા દ્નારા મહિલા પાંખ ના વિવિધ 39 જેટલા કાયૅક્રમની ઝલક રજૂ કરવામાં આવી હતી. જેને ઉપસ્થિત સર્વે બિરદાવી હતી. વર્ષ દરમ્યાન સંસ્થાના અનાજ વિતરણ, અનાથ બાળક દત્તક પ્રોજેક્ટ માટે દાતાશ્રીઓ ને શિલ્ડ આપવામાં આવેલ. સાથે 178 જેટલી શાળાઓમાં ગુરુ વંદન કાર્યક્રમ યોજી નેશનલ રેકોર્ડ કરનાર શ્રી દિપકભાઈ આકેડીવાલા ને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા વર્ષ દરમિયાન થયેલ આવક- જાવકના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા.  પ્રાંત કોર કમિટી મેમ્બર શ્રી દિનેશભાઈ વોરા દ્નારા વષૅ 2024 ની નવીન કારોબારી ની રચના કરવામાં આવી હતી. તેમાં પ્રમુખશ્રી દુગેશભાઈ કેલા, મંત્રીશ્રી ભરતભાઇ પંચાલ , ખજાનચી નિકેશભાઈ પટેલ, મહિલા સંયોજીકા ગાયત્રીબેન મોદી અને વિવિધ પ્રકલ્પના સંયોજક- સહ સંયોજકની નિમણૂક કરવામાં આવી હતી. ડો તુષારભાઈ એ શપથ ગ્રહણ કરાવ્યા હતા.નવનિયુક્ત પ્રમુખશ્રી દુર્ગેશભાઇ દ્વારા આગામી વર્ષે સંસ્થા વધુ કામ કરી રજત જયંતિ વર્ષે સંસ્થા ના ભવન નિર્માણનો સંકલ્પ લેવામાં આવ્યો.ઉપસ્થિત સર્વ મહેમાનો દ્નારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. આ કાયૅક્રમનું સફળ સંચાલન શ્રી કિરણભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું. સ્ટેજ વ્યવસ્થા વિશ્વેશભાઈ જોશી અને ભાવેશભાઈ જોશીએ સંભાળી હતી.અંતમાં બધાએ ભોજનની મજા માણી આવતા વર્ષે હજી વધુ કાર્ય કરીશું ના સંકલ્પ સાથે છૂટા પડ્યા હતા.શાખા ના સર્વે સભ્યો ને અભિનંદન.પાઠવવામા આવ્યા હતા.

 

 

 

 

 

 

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!