BANASKANTHATHARAD

Thara : થરામાં શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ યુવક મંડળ આયોજીત સાતમો વિધાર્થી સન્માન સમારોહ યોજયો.

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ શ્રી ઓગાડ વિધા મંદિરના પ્રાર્થના હોલમાં શ્રીમતી વિજયાબેન એમ. પ્રજાપતિ નાયબ જિલ્લા વિકાસ અધિકારી,કચ્છના અધ્યક્ષ સ્થાને તા.૧૬/૧૧/૨૦૨૩ ને ગુરૂવારના રોજ બપોરે પરમ પૂજ્ય સંતશ્રી સોહમ ભગત-સંતશ્રી સોહમ આશ્રમ,રાજપુર તા. કાંકરેજની પાવન નિશ્રામાં થરા સ્ટેટમાજી રાજવી એવમ નગર પાલિકા પ્રમુખ પ્રુથ્વીરાજસિંહ વાઘેલા, ઓગાડવિધા મંદિર એવમ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રમુખ ધીરાજકુમાર કે.શાહ,ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણના ઉપપ્રમુખ અણદાભાઈ એસ.પ્રજાપતિની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી બાળાઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત બાદ શિક્ષક દશરથભાઈ પ્રજાપતિ એ શાબ્દિક સ્વાગત કરી પુષ્પ ગુચ્છ તથા શાલ ઓઢાડી દાતા ઓ તેમજ મહેમાનોનું સન્માન કર્યું હતું.ઈનામ લેનાર ૧૮૫ વિધાર્થીઓ સહિત વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તથા પ્રાથમિક શિક્ષક/જુનિયર ક્લાર્ક સચિવાલય/એચ.સી.પોસ્ટ મેન/હેલ્થ વર્કર/મહિલા લોકરક્ષક/કંડકટર સહિત અનેક જગ્યાએ નવનિયુક્ત નોકરી મેળવનાર ૧૯ કર્મચારી સહિત કુલ ૨૦૪ તેજસ્વી તારલાઓને સ્વ. વેલાભાઈ સગરામભાઈ પ્રજાપતિ કુવારવા પરિવાર દ્વારા ચોપડા તેમજ બીજા અનેક દાતાઓએ પ્રથમ, દ્વિતીય,તૃતીય,જનરલ ઈનામ સહિત કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના વડીલોએ રોકડ રકમ આપી પ્રોત્સાહન કરેલ.ગાંડાભાઈ પ્રજાપતિ શિક્ષક તરફથી ચા-નાસ્તો આપવામાં આવેલ તેમજ આમંત્રણ પત્રિકાનો લાભ જગુભાઈ પ્રજાપતિ ઈસરવા વાળાએ લીધો હતો.આ પ્રસંગે પરમ પૂજ્ય સંતશ્રી સોહમ ભગતે જણાવેલ કે પ્રજાપતિ સમાજના બાળકો ભણી ગણી ખૂબ ખૂબ પ્રગતિ કરે માતા-પિતાનું નામ રોશન કરે કન્યાઓને ભણાવી -ગણાવી ઉચ્ચ ડ્રીગ્રી પ્રાપ્ત કરવી સારી નોકરી મેળવે તેવા આશિર્વાદ આપેલ સાથે સાથે જણાવેલ કે આપણો સમાજ દક્ષ પ્રજાપતિનો વંશજ છે.આદિ અનાદિથી અઢારેય આલમ પ્રજાપતિ (ભગત) ના ઘેર ઉતારો લેવાનુ પસંદ કરે છે પ્રજાપતિ સમાજ વ્યસનોથી દૂર રહી,જાત મહેનત કરી પેટીયું રળે છે તેનું મને ગૌરવ છે.આ પ્રસંગે કોર્પોરેટર રસિકભાઈ પ્રજાપતિ,પૂર્વ કોર્પોરેટર ભાવનાબેન વિપુલભાઈ પ્રજાપતિ,એ.પી. એમ.સી.થરા વહેપારી એસોસિએશનના મંત્રી રાજુભાઈ પ્રજાપતિ,ડૉ.હર્ષદભાઈ એચ.પ્રજાપતિ દિયોદર,કાંતિભાઈ પ્રજાપતિ જય ભગવન, ગોરધનભાઈ પ્રજાપતિ લુદ્રા,થરા શહેર ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ,દિનેશભાઈ પ્રજાપતિ ધાનેરા સહિત કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના ભાઈઓ,બહેનો, માતાઓ,બાળકો વિગેરે હાજર રહેલ.કાર્યક્રમનું
સફળ સંચાલન તેમજ સ્ટેજ સંચાલન સંયોજક મિત્રો દશરથભાઈ પ્રજાપતિ નાથપૂરા,પ્રહલાદભાઈ પ્રજાપતિ કાકર,જયંતીભાઈ પ્રજાપતિ ફોરણા,પ્રકાશભાઈ પ્રજાપતિ કાસલપૂરા,શૈલેશભાઈ પ્રજાપતિ ઈસરવાવાળાએ કરેલ.
નટવર.કે.પ્રજાપતિ,થરા

Back to top button
error: Content is protected !!