BANASKANTHAKANKREJ

અયોધ્યામાં શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે થરામાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી.

અખિલ બ્રહ્માંડના નાથ શ્રીરામ ચંદ્રજીની પાવન ભૂમિ અયોધ્યા ખાતે શ્રીરામનું ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે.સંવત ૨૦૮૦ પોષસુદ-૧૨ અને રર મી જાન્યુઆરી ૨૦૨૪ એટલાં માટે આજનો દિવસ ઔતિહાસિક દિવસ છે કે વર્ષો પછી ફરી અયોધ્યા નગરીમા ભગવાન શ્રીરામ બિરાજમાન થયા છે.અને ભવ્ય શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે ત્યારે સમગ્ર ભારતમાં ભગવાન શ્રીરામના મંદિર પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે અનેક ઉત્સવો,આરતી અર્ચના,ભજન કીર્તન,પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો‌ છેભારત દેશમાં દિવાળીની જેવો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા જુનાગામતળમાં બિરાજમાન શ્રીરામજી મંદિરે ભજન સત્સંગ શ્રીરામ રાજ્યાભિષેકનો પાઠ, ગ્વાલીનાથ મહાદેવ મંદિરેથી શ્રીરામજી મંદિર સુધી કુવારીકાઓ દ્વારા કળશયાત્રા બાદ મંદિર પરિસરમાં દરેક કારસેવકોને શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મંદિરના સંતશ્રી ભરતપુરીબાપુ,થરા સ્ટેટમાજી રાજવી એવમ નગર પાલિકા પ્રમુખ પ્રુથ્વીરાજસિંહ વાઘેલાના વરદ હસ્તે કારસેવક અણદાભાઈ પટેલ,નટુભાઈ કેશાભાઈ પ્રજાપતિ, ગીરીશભાઈ પટેલ, અચરતલાલ ઠક્કર,કિરીટભાઈ અખાણી,રાયમલભાઈ ચૌધરી, ભુપેન્દ્રસિંહ ડી.પરમાર,દિનેશભાઈ જોષી અધગામ, પેથાભાઈ પટેલ ચાંગા સહિત લગભગ ૫૦ કારસેવકોને ખેસ ઓઢાડી શ્રીરામ સેવા સમિતિ થરા દ્વારા સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું.બપોરે ૧૨.૨૯ કલાકે શ્રીરામજી મંદિરે પુષ્પવૃષ્ટિ કરી આરતી ઉતારી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.શ્રીબાબા રામદેવપીર મંદિરે શોભાયાત્રા પહોંચતા પ્રવીણભાઈ પરમાર, કિશનભાઈ શ્રીમાળી સહિત બુકોલીયા (પરમાર) પરિવારે તેમજ શ્રી ઓગડ વિદ્યામંદિર, સી.એમ.શાહ કન્યા વિદ્યાલય,ધી પ્રગતિ કો.ઓ. પ્રાથમિક શાળા તથા શ્રી મધુશીવ પ્રાથમિક શાળાના આચાર્યો અને સ્ટાફ પરિવાર દ્વારા ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું શ્રી ઓગડ વિદ્યા મંદિરના આંગણે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.શાળાના આચાર્ય ડૉ.હિમાંશુભાઈ શાહ દ્વારા ભગવાન શ્રીરામની પ્રતિમાને ફુલહાર પહેરાવી પ્રભુના આશિર્વાદ લીધા હતા.ત્યાંથી શોભાયાત્રા માર્કેટયાર્ડ ગરનાળુ થઈ થરા નગરની પ્રદક્ષિણા કરી સાંજે નિજ મંદિરે પરત આવી આરતી ઉતારી પ્રસાદ લઈ સૌ ભાવિક ભક્તો છુટા પડ્યા હતા.રામલલ્લાની પુન:પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી નીમીતે થરા નગરજનોએ સ્વૈચ્છિક બંધ પાળી સમગ્ર વેપારી ભાઈઓ, નોકરિયાતો,વહેપારી મંડળ, વિશ્વહિન્દુ પરિષદ,જુદા જુદા હિંદુ સંગઠન, સોસાયટીઓ,મહોલ્લાઓ,શેરીઓ માંથી વિશાળ સંખ્યામાં ધર્મ પ્રેમી લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોક સાહિત્યકાર દીપકભાઈ જોષી, હિતેશભાઈ સોનીએ કર્યું હતું.
નટવર.કે.પ્રજાપતિ,થરા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!