BANASKANTHAPALANPUR
વડગામ તા. અંતરિયાળ વિસ્તાર પૈકી નિઝામપુરા ગામે સરકારી માધ્યમિક શાળા મંજુર કરવામાં આવી

31 મે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ તા. અંતરિયાળ વિસ્તાર પૈકી નિઝામપુરા ગામે સરકારી માધ્યમિક શાળા મંજુર કરવામાં આવી.બનાસકાંઠા જિલ્લા ના વડગામ તાલુકા ના અંતરિયાળ વિસ્તાર પૈકી નિઝામપુરા ગામે સરકારી માધ્યમિક શાળા ની મંજુરી આપવા આવી હોવાનું શિક્ષણ વિભાગ દ્વારા જાણવા મળ્યું છે. લોકમાતા સરસ્વતી નદી તટે વસેલું રમણીય નિઝામપુરા ગ્રામજનો અને આગેવાનો ની જાગૃતતા થી વર્ષ -2026,જુન થી ધોરણ -9,ના પ્રથમ વગૅ થી માધ્યમ શાળા નો શુભારંભ કરવામાં આવશે. જે શિક્ષણ નો વ્યાપ વધારવા ઉપયોગી થશે. નિઝામપુરા સરપંચ અને તા.ભાજપ મહામંત્રી લાલાજી ઠાકોર ની જાગૃતતા થી આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ સાથે શિક્ષણ, આરોગ્ય નો વ્યાપ વિસ્તર્યો છે જે આવકાર દાયક અભિગમ છે.




