BANASKANTHAPALANPUR

વિદ્યાધામ- ભાગળ(પીં )શાળા સંકુલમાં પોક્સો એક્ટ(POCSO )વિશે સેમિનાર યોજાયો

8 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

વિદ્યાધામ ભાગળ (પીં) સંચાલિત શ્રી.એસ ડી.એલ શાહ હાઇસ્કુલ માં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુર દ્વારા આયોજીત યોન અપરાધોથી બાળકોની સુરક્ષા અધિનિયમ 2012( પોક્સો એક્ટ) સેમિનાર યોજાયો. જેમાં પાલનપુર સિવિલ સિનિયર જજ શ્રી પી.પી. શાહ સાહેબે બાળકોના જાતીય શોષણ, જાતીય હુમલો જાતીય સતામણી,અશ્લીલતા જેવા અપરાધોથી કેવી રીતે બચવું તેની કાયદામાં કેવી કેવી જોગવાઈ છે અને 18 વર્ષથી નીચેના બાળકો સાથે થતા ગુન્હા બાબતે શું ધ્યાનમાં રાખવું તે વિશે માહિતી આપી. ત્યારબાદ સરકારી એડવોકેટ શ્રી પી.એચ. ધારવા સાહેબે પોક્સો એક્ટ કાયદા વિશે અને આ કાયદો કોને લાગુ પડે છે અને કેટલી ઉંમર સુધી આ કાયદાની જોગવાઈ છે તેની વિસ્તૃત છણાવટ કરી. અંતમાં શાળાના આચાર્ય શ્રી કિરીટભાઈ જે. પટેલે વિદ્યાર્થીઓને જાતીય શોષણ, શારીરિક છેડતી, સાયબર ક્રાઇમ જેવા ગુનાઓ વિશેની વિસ્તૃત માહિતીથી માહિતગાર કર્યા. આ કાર્યક્રમમાં કાનૂની સેવા સત્તા મંડળના સુપ્રીન્ટેન્ડેન્ટ શ્રી જયેશભાઈ પટેલ અને પેરાલીગલ વોરંટીઅર્સ શ્રી મિત્તલબેન રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક શ્રી પરેશભાઈ શુક્લ દ્વારા કરવામાં આવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!