BANASKANTHAPALANPUR

બાળકોની સુરક્ષા માટે પાલનપુર શહેરમાં સ્પેશયલ ટ્રાફીક ડ્રાઈવનુ આયોજન કરાયું

શાળા સંકુલ આજુબાજુના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને ટ્રાફિક નિયમન બાબતની સમજણ અપાઈ

(માહિતી બ્યુરો, પાલનપુર)

બાળકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી બનાસકાંઠા પોલીસ, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, પાલનપુરના સંયુક્ત ઉપક્રમે પાલનપુર શહેરમાં સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલની સૂચના અને માર્ગદર્શન અનુસાર આજે પાલનપુર શહેરમાં આવેલશાળા સંકુલોની આસપાસ સ્કૂલ વાન માટે સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 350 આસપાસ વ્યક્તિઓને ટ્રાફિક નિયમનની જાણકારી આપવામાં આવી હતી. વાહનમાં વધુ પડતા પેસેન્જર ભરવા તેમજ પાર્સિંગ બાબતે આર.ટી.ઓ ઇન્સ્પેક્ટર દ્વારા 28 જેટલાં ચલણ કાપવામાં આવ્યા હતા. 18 વર્ષથી નીચેની વયે વાહન ચલાવતા તેમજ લાયસન્સ વગર વાહન ચલાવવા બાબતે શહેર ટ્રાફિક પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસ મળી કુલ-36 ચલણ કાપવામાં આવ્યા હતા. તેમજ શાળા સંકુલ આજુબાજુના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને ટ્રાફિક નિયમન બાબતની સમજણ આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સ્વયંભૂ ટ્રાફિક નિયમનનું પાલન કરે તેવી અપીલ કરવામાં આવી હતી.

આ ડ્રાઈવમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એમ. કે.જોષી, આરટીઓ ઇન્સ્પેક્ટરશ્રીઓ એ.એન. પંચાલ,  વાય. બી. ઠાકોર, જી.બી.લીલ્હાર અને સીટી ટ્રાફિક એએસઆઈ કાંતિભાઈ પરમાર,જિલ્લા ટ્રાફિક પોલીસ કાનજીભાઈ સહિતના કર્મચારીઓ જોડાયા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!