BANASKANTHADEESA

ડીસાના બલોધર સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનો ત્રણ દિવસ શૈક્ષણિક પ્રવાસ યોજાયો

બનાસકાંઠાના ડીસા તાલુકાના બલોધર સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રવાસમાં પવિત્ર ધાર્મિક સ્થળો જેવા કબરાઉ (મોગલધામ),ભુજ, સફેદ રણ, માતાનો મઢ (આશાપુરા) તેમજ આધુનિક ટેકનોલોજી અને વિશ્વવિખ્યાત એવું સ્થળ મુન્દ્રા પોર્ટ તેમજ માંડવી બીચ ઐતિહાસિક સ્થળ ગોધરા અને અંજાર જેવા સ્થળોનો આ શૈક્ષણિક પ્રવાસમાં સમાવેશ કરવામાં આવ્યો. શાળાના બાળકો અને સ્ટાફ મિત્રો દ્વારા આનંદ અને ઉલ્લાસ સાથે મોજ માણી હતી.સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજનની મજા માણી હતી અને શાંતિપૂર્વક શૈક્ષણિક પ્રવાસ પૂર્ણ કરી પરત પાછા ફર્યા હતા. આ શૈક્ષણિક પ્રવાસમાં શાળાના આચાર્યશ્રી ડી.ડી.વૈષ્ણવ અને શિક્ષકશ્રી પ્રકાશકુમાર વાઘેલાના માર્ગદશૅન હેઠળ આ પ્રવાસ યોજાયો હતો.શૈક્ષણિક,બિન-શૈક્ષણિક શાળાના સ્ટાફ તેમજ ધોરણ 9 થી 12 વિદ્યાર્થીઓ જોડાયા હતા..

ભરત ઠાકોર ભીલડી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!