વાત્સલ્યમ્ સમાચાર
કાંકરેજ તાલુકાના બ્રહ્મપુરી શિરવાડા ગામના રેવાણીવાસમાં બિરાજમાન શ્રી ચોસઠ જોગણી માતાજીનો બે દિવસીય પંચકુડાત્મક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.શ્રી જોગણી માતાજીના બે દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં શાસ્ત્રી ડો.રામેશ્વરભાઈ જોષી સહિત શાસ્ત્રીઓના મુખારવિદે શાસ્ત્રોકત વિઘિવિઘાનથી મંત્રોચ્ચાંર સાથે તેમજ આ પ્રતિષ્ઠામાં યજ્ઞના,શોભાયાત્રાના,મહાઆરતીના,અગ્નિના, અને પંચકુડના અલગ અલગ દાતાઓના યજમાન પદે પંચકુડાત્મક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.જેમાં પ્રથમ દિવસે જળયાત્રા અને શોભાયાત્રા બગીમાં માતાજીનુ ત્રિશુલ લઈ ઢોલ નગરા તથા ડી.જે.સાઉન્ડના તાલે વાજતે ગાજતે સમગ્ર ગામની ભાગોળે પ્રદક્ષિણા કરી નિજ મંદીર પરત ફરી હતી.જયારે રાત્રે નામાંકિત કલાકારોના સંગે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો.બિજા દિવસે યજ્ઞ તેમજ ભોજનપ્રસાદ અને દર્શન કરી સૌ કોઈ ભાવિક ભકતોએ ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ને સમસ્ત રેવાણીવાસ શિરવાડા પરીવાર દ્વારા ભારે જહેમત ઉઠાવી નિર્વિધ્ને પાર પાડયો હતો.
નટવર.કે.પ્રજાપતિ,થરા
