સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા અનોખી પહેલ
19 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠામાં સૌ પ્રથમ વાર શાળામાં દીકરી પૂજન કાર્યક્રમ યોજાયો यत्र नार्यस्तु पूज्यंते, रमंते तत्र देवता: અર્થાત્ “જ્યાં નારીઓનું પૂજન થાય છે ત્યાં દેવી દેવતાઓ વાસ કરે છે..!” ઉપનિષદ્ ની આ ઉક્તિ અનુસાર દેવી લક્ષ્મી અને સરસ્વતીના આદરના પ્રતિક તરીકે દીકરીઓના પગ ધોવા અને પૂજન કરવાનો અને ભક્ત દ્વારા ભેટ તરીકે નવા વસ્ત્રો અર્પણ કરવાનો રિવાજ છે. દીકરી પૂજાના એક ભાગ રૂપે કન્યા પૂજનએ છોકરીમાં રહેલી સ્ત્રી શક્તિને ઓળખવાનો અવસર છે. દીકરો એક કુળ તારે છે જ્યારે દીકરી બે કુળ તારે છે. દીકરી ને દેવી દુર્ગા અને સરસ્વતી નાં સાક્ષાત સ્વરૂપ ગણવામાં આવે છે જેથી તેમની પૂજા અર્ચના કરાય તો સર્વ સંસાર સુખમય રહે છે આપણી ભારતીય સંસ્કૃતિમાં દીકરીઓ માં રહેલ દૈવી સ્ત્રીત્વ ને આદર સન્માન મળી રહે એવી શુભ સંકલ્પના સાથે બનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમવાર પાલનપુરની સ્વસ્તિક શૈક્ષણિક સંકુલે એક નવી પહેલ કરી છે. આજરોજ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના બાલ મંદિર વિભાગ થી લઈ મહિલા કોલેજ વિભાગ સુધીની તમામ દીકરીઓનો પૂજન સમારોહ યોજાઈ ગયો. જેમાં માણીભદ્રવીર, મગરવાડા ના મહંત વિજય સોમ મહારાજ, આર.એસ.એસ.ધર્મ જાગરણ વિભાગના સંકલનકાર ગજાનંદભાઈ જોશી, ડો.મનીષાબેન નાઈ, શ્રી સોળ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ ના ટ્રસ્ટી જીગ્નેશભાઈ પટેલ , સંસ્થાના નિયામક મહેન્દ્રભાઈ પંચાલ સહિત તમામ વિભાગના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતાં “દીકરી પૂજન કાર્યક્રમ” અંતર્ગત તમામ દીકરીઓના ચરણ ને કુમકુમ, અક્ષત સહિત પુષ્પ સાથે જળથી પવિત્ર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામે તમામ દીકરીઓના માતા – પિતાઓએ જાહેરમાં પોતાની આ વ્હાલી દીકરીઓની પૂજા વિધિ કરી, દિકરીઓના પગલાંની કુમકુમ છાપ પાડી , આરતી ઉતારી અને દીકરીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. આ દીકરી પૂજન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દીકરીઓ અને તેમના વાલીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આસમગ્ર કાર્યક્રમનું આયોજન સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગના આચાર્ય અને સ્ટાફ પરિવારના સહયોગથી કરવામાં આવ્યું હતું.