BANASKANTHAPALANPUR
આદર્શ વિદ્યાલય, વિસનગરનું કલા મહાકુંભમાં જિલ્લા કક્ષાએ ગૌરવ
18 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરના વિદ્યાર્થીઓએ વડનગર તાનારીરી પરફોર્મિંગ આર્ટ્સ કોલેજ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ભાગ લીધો હતો. જેમાં ઠાકોર પાર્વતી સંતરામ સુગમ સંગીત સ્પર્ધામાં પ્રથમ નંબર, રાવળ હની ભાવિનકુમાર ચિત્રકલા સ્પર્ધામાં ત્રીજો નંબર તથા ભૂમિકા કાંતિલાલ ચૌધરી કાવ્યલેખન સ્પર્ધામાં ત્રીજો નંબર પ્રાપ્ત કરી ત્રણેય વિદ્યાર્થીનીઓએ જિલ્લા કક્ષાએ શાળાને ગૌરવ અપાવ્યું હતું. આમ જિલ્લા કક્ષાએ શાળાનું નામ રોશન કરી ગૌરવ વધારવા બદલ કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા હોદ્દેદારશ્રીઓએ અને શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ મિત્રોએ વિદ્યાર્થીનીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ.