આંજણા પટેલ કેળવણી મંડળ, સંચાલિત એન.પી. પટેલ આર્ટ્સ એન્ડ એસ.એ. પટેલ કૉમર્સ કૉલેજના ઈતિહાસ, અભિલેખાગાર અને દસ્તાવેજી પ્રદર્શન’નું આયોજન કરવામાં આવ્યું
4 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
એન. પી. પટેલ આર્ટસ એન્ડ એસ. એ. પટેલ કૉમર્સ કૉલેજના ઈતિહાસ વિભાગ દ્વારા ‘ઈતિહાસ, અભિલેખાગાર અને દસ્તાવેજી પ્રદર્શન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય વક્તા જિતેન્દ્ર વી. શાહ (નિવૃત અધિક્ષક, વર્ગ-2,ગુજરાત રાજ્ય, અભિલેખાગાર, ગાંધીનગર )હતા. શાહ સાહેબ ઘણા દસ્તાવેજી પુરાવા સાથે લઈને આવ્યા હતા. જેનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું. આ સાથે શાહ સાહેબે વિદ્યાર્થીઓને ગુજરાતનો ઇતિહાસ, અભિલેખાગાર વિશેની માહિતી આપી અને પછી તેમણે પ્રદર્શનમાં મુકેલ બધા જ દસ્તાવેજો વિદ્યાર્થીઓને શાંતિપૂર્વક સમજાવ્યા હતા. આ કાર્યક્રમમાં મંડળના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ફલજીભાઈ જેગોડા સાહેબ અને શિક્ષણ સમિતિના મંત્રી શ્રી નાગરભાઈ સાહેબની વિશેષ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં કેમ્પસમાં આવેલ શ્રી વી. આર. વિદ્યાલય અને બી.એસ.સી કૉલેજ તથા જી.ડી.મોદી કૉલેજ ઓફ આર્ટસ, એમ. એ. પરીખ ફાઈન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કૉલેજ- પાલનપુરના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કૉલેજના સ્ટાફની મદદ સતત મળતી રહી છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન કૉલેજના આચાર્યશ્રી અને ઈતિહાસ વિભાગના પ્રાધ્યાપક ડૉ .મનિષાબેન કે. પટેલના તથા પ્રાધ્યાપક કાજલબેન ચૌધરીએ સુંદર અને સફળતાપૂર્વક કર્યું હતું.