BANASKANTHADEESAGUJARAT

ડીસા તાલુકાના ખેટવા ખાતે ખાનગી કંપનીમાં કામ કરતા લેબરોને પગાર ન ચૂકવાતા કર્યા ધરણા …પેટા કંપની એ લાખો રૂપિયા નો ચૂનો લગાવ્યો

પગાર ના ચૂકવતા ગુજરાન કંઈ રીતે ચલાવવું: સાથે નાના નાના બાળકો ને કઈ રીતે ભરણ પોષણ કરવું ....,??? મજૂરો.     

ડીસા તાલુકાના ખેટવા ખાતે ખાનગી કંપનીમાં કામ કરતા લેબરોને પગાર ન ચૂકવાતા કર્યા ધરણા …પેટા કંપની એ લાખો રૂપિયા નો ચૂનો લગાવ્યો

 

કશ્યપ કંપની દ્વારા પગાર ચૂકવ્યાં નું રટણ:પેટા કોન્ટ્રાક્ટ લઈને ભાગી ગયો:કશ્યપનો કંપની સુપર વાઇઝર

 

કોન્ટ્રાક્ટ અને પેટ્રા કોન્ટ્રાક્ટ વચ્ચે લેબરો પગાર વગર રઝલ્યા ના આક્ષેપ કરવામાં આવ્યા હતા

 

ડીસા તાલુકાના ખેટવા ગામ ખાતે કંપની દ્વારા ગોડાઉનનું કામ ચાલી રહ્યું છે ત્યારે તેમાં કામ કરતા ૨૦ જેટલા લેબરો છેલ્લા ત્રણ મહિનાથી પગાર વગર રજળી રહ્યા છે કશ્યપ કંપની દ્વારા પેટા કોન્ટ્રાક્ટ ના ખાનગી માલિક ઓમ પ્રકાશને કામ સૂપવામાં આવ્યું હતું તેવું કશ્યપ કંપનીના સુપરવાઇઝર એ જણાવ્યું હતું. પરંતુ આ નિર્દોષ લેબરનો બિચારાનો શું વાંક.લેબરો છેલ્લા ત્રણ મહિનાથી કામ કરી રહ્યા છે અને તેમનો પગાર ચૂકવવામાં આવ્યો નથી ત્યારે કશ્યપ કંપનીને પણ લેબરો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી પરંતુ લેબરોને માત્ર દિલાસો આપી છેલ્લા ત્રણ મહિનાથી કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ લેબરો દ્વારા ધરણા ઉપર ઉતર્યા હતા ત્યારે મીડિયાએ સવાલ કરતા કશ્યપ કંપનીના સુપરવાઇઝરે જણાવ્યું હતું કે અમે તમામ લેબર નો પગાર પેટા કોન્ટ્રાક્ટને આપી દીધો છે પરંતુ તે પેટા કોન્ટ્રાક્ટ પૈસા લઈને ભાગી ગયો હોવાનું તેમના સુપરવાઈઝરે રટણ કર્યું હતું પરંતુ ભાગી ગયો હોવા છતાં કશ્યપ કંપની દ્વારા તેમને છેલ્લા કેટલાય સમયથી ભોળવાઈને કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ લેબરો ધરણા ઉપર ઉતરતા ભીલડી પોલીસ ઘટના સ્થળ ઉપર આવી તેમનું ચોક્કસ કારણ જાણવા માટે પણ પ્રયત્ન કર્યો હતો અને તે બીજા રાજ્યના હોવાથી તેમને ખર્ચા પાણી માટે નજીવા જેટલા પૈસા આપવામાં આવી રહ્યા છે માત્ર અઠવાડિયામાં તેમને કશ્યપ કંપની દ્વારા ૧૦૦૦ આપવામાં આવી રહ્યા છે સાથે શોષણ કરવામાં આવ્યું છે ત્યારે શ્રમ વિભાગ અને જિલ્લા વહીવટ તંત્ર યોગ્ય પગલા લે તો આ લેબરોને પગાર ચૂકવણી થાય તે માટે લેબરો માંગ કરી હતી સાથે આખો મામલો ભીલડી પોલીસ સ્ટેશન મા પહોંચ્યો હતો

 

બોક્સ

કશ્યપ કંપની દ્વારા પેટા કોન્ટ્રાક્ટરને પગાર ચૂકવ્યાંનું રટણ: સુપરવાઈઝર

 

આ બાબતે મીડિયા દ્વારા કશ્યપ કંપનીના સુપરવાઇઝરને સવાલ પૂછતા તેમને જણાવ્યું હતું કે કશ્યપ કંપની દ્વારા પેટા કોન્ટ્રાક્ટ ઓમ પ્રકાશ ને ચૂકવણું કરી દેવામાં આવ્યું છે પરંતુ તે લોકોએ લેબરનો છેલ્લા ત્રણ માસથી પગાર ચૂકવ્યો નથી

 

બોક્સ

 

પેટા કોન્ટ્રાક્ટ મીડિયા સાથે ની વાત માં શું કહ્યું

જોકે આ કંપની એ માલ સામાન અને મજૂરી ના પૈસા પણ ચકવેલ નથી….

આ બાબતે પેટા કોન્ટ્રાક્ટ ઓમ પ્રકાશ નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે અમે આ બધું કામ છોડી મૂક્યું છે અને વધુ જવાબો ના આપવા પડે તે માટે તેમણે તરત જ કોલ કટ કરી દેવામાં આવ્યો હતો

 

બોક્સ

 

પગાર ના ચૂકવતા ગુજરાન કંઈ રીતે ચલાવવું: સાથે નાના નાના બાળકો ને કઈ રીતે ભરણ પોષણ કરવું ….,??? મજૂરો.

 

Back to top button
error: Content is protected !!