BANASKANTHADEODAR

Bans kantha : દિયોદર ખાતે શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ યુવક મંડળ આયોજિત વિધાર્થી સન્માન સમારોહ અંતર્ગત મિટિંગ યોજાઈ

દિયોદર ખાતે શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ યુવક મંડળ આયોજિત વિધાર્થી સન્માન સમારોહ ૨૨/૨૦૨૩ અંતર્ગત મિટિંગ યોજાઈ..

દિયોદર ખાતે આવેલ જુના ગંજ બજાર ના મેડા ઉપર હોલમાં ગત તા.૨૯/૧૦/૨૦૨૩ ને રવિવારના રોજ બપોરે ૧ થી ૩ કલાક સુધી આગામી વિદ્યાર્થી સન્માન સમારોહ સંવત ૨૦૮૦ ના કારતક સુદ-૩ ને ગુરૂવાર તા.૧૬/૧૧/૨૦૨૩ ના રોજ યોજાનાર કાર્યક્રમ માટેની આમંત્રણ પત્રિકા વિતરણ અને કાર્યક્રમ અંતર્ગત મિટિંગ યોજાઈ હતી. જેમાં છત્રીસ ગામોના સંયોજક મિત્રોની કામગીરી અને જવાબદારી નક્કી કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ સમાજમાં આવતા છત્રીસ ગામોના પરિવારમાં કંકોત્રી વિતરણની વ્યવસ્થા કરવામાં આવેલ.આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય સંયોજક દશરથભાઈ પ્રજાપતિ નાથપુરા,ડૉ.શૈલેષભાઈ પ્રજાપતિ ઈસરવા,શિક્ષક પ્રહલાદભાઈ પી. પ્રજાપતિ કાકાર,પ્રકાશભાઈ પ્રજાપતિ કસલપુરા,જયેશભાઈ પ્રજાપતિ નાથપુરા,રાજુભાઈ રૂપશીભાઈ પ્રજાપતિ થરા સહિત અનેક કાર્યકરો હાજર રહ્યા હતા.ત્યારે દશરથભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષના વિધાર્થી સન્માન સમારોહ તથા સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન સમાજના દરેક દાતાઓના સહયોગથી વિક્રમ સંવત ૨૦૮૦ ના કારતકસુદ-૩ ને ગુરૂવાર તા.૧૬/૧૧/૨૦૨૩ ના રોજ સવારે ૧૧ કલાકે થરા ખાતે આવેલ શ્રી ઓગાડવિધા મંદિરના પ્રાર્થના હોલમાં થરાદ તાલુકાના મેઘપુરાના વતની અને પાટણ જિલ્લાના રાધનપુર ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે કાર્યભાર સાંભળતા ટી.ડી.ઓ.ની સેવા આપતા બદલી સાથે બઢતી મેળવી કચ્છની ધીંગીધરા ઉપર કચ્છ જિલ્લામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત વિજયાબેન એમ.પ્રજાપતિના મુખ્ય મહેમાન પદે યોજાશે.ત્યારે કાંકરેજ તાલુકાના રાજપુર ખાતે આવેલ સંતશ્રી સોહમ આશ્રમના પરમ પૂજ્ય સંતશ્રી સોહમ ભગત આશિર્વચન આપશે અને ૧૭૦ વિધાર્થીઓ સહિત વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તથા પ્રાથમિક શિક્ષક/જુનિયર ક્લાર્ક સચિવાલય/એચ.સી.પોસ્ટ મેન/હેલ્થ વર્કર/મહિલા લોકરક્ષક/ કંડકટર સહિત અનેક જગ્યાએ નવનિયુક્ત નોકરી મેળવનાર ૮ કર્મચારી સહિત કુલ ૧૮૯ તેજસ્વી તારલાઓ ઈનામ મેળવશે તો આ અવસરે પધારવા શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ સહમંત્રી,કારોબારી સહિત દરેક આગેવાનો અને જ્ઞાતિગંગા પધારી શોભામાં અભિવૃદ્ધિ કરવા જણાવ્યું હતું.કાર્યમનું સંચાલન શિક્ષક દશરથભાઈ પ્રજપતિએ કરેલ જ્યારે આભાર વિધિ પ્રકાશભાઈ પ્રજપતિએ કરેલ.
નટવર.કે.પ્રજાપતિ,થરા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!