BANASKANTHAPALANPUR

પાલનપુર તાલુકાના સાંગરા ગામે “બેટી બચાવો બેટી પઢાવો” કાર્યક્રમ યોજાયો

દીકરી વધામણા કીટ, વાલી દિકરી આદેશ સાથે મહિલા અને બાળને લગતી તમામ યોજનાઓની માહિતી અપાઈ

(માહિતી બ્યુરો,પાલનપુર)

ગુજરાત સરકાર અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશકિતકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્યના સુત્રને સાર્થક કરવા માટે તા. ૧ ઓગષ્ટ થી ૮ ઓગષ્ટ સુધી નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજરોજ “બેટી બચાવો બેટી પઢાવો” ની થીમ પર પાલનપુર તાલુકાના સાંગરા ગામે કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં દીકરી વધામણા કીટ, વાલી દિકરી આદેશ  આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ અન્વયે pc pndt act તેમજ મહિલા અને બાળને લગતી તમામ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીકરીઓને ભણાવવા અપીલ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએથી જિલ્લા કોઓર્ડીનેટર dhewજેન્ડર સ્પેશિયાલિસ્ટ , dhewકેન્દ્રસંચાલક,   સખી વન સ્ટોપ center,  PBSC કાઉન્સિલર, 181 નો સ્ટાફ, ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી,  શાળાના આચાર્યશ્રી , તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો અને શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!