વડગામ તાલુકાની ભુખલા ગામ પંચાયત વિભાજન પસી બીજીવાર સમરસ જાહેર કરી
10 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
ગામની બધી નાતી આગેવાનોએ મહેનત કરી અને સફળતા મળી – ગ્રામજનો વડગામ તાલુકાની ભુખલા ગામ પંચાયત વિભાજન પસી બીજીવાર સમરસ જાહેર કરી હતી. ત્યારે અંગે ગામના લોકોએ જણાવ્યું હતું ગામની બધી નાતી આગેવાનોએ મહેનત કરી અને સફળતા મળીવે અને આ રીતે આખું ગામ એક લાકડી રહે અને ગામનો વિકાસ થાય અને ગામમાં બધા હળી મળીને રહે તેવા હેતુથી આ નિર્યણ લેવામાં આવ્યો હતો.
વડગામ તાલુકાની ભુખલા ગ્રામ પંચાયત દેશ આઝાદ થયા પસી 2017 માં વિભાજ થયી હતી અને તેમાં ગામના આગેવાન અમરત ભાઈ દેસાઈ અને તેમની ટીમે ગામને બીન હરીફ જાહેર કરી ગામના વિકાસ ની સુકાન સોંપવામાં આવી હતી. ત્યારે આ વખતે સરપંચ ની સીટ અનામત જાહેર થાય હતી.એને લઈ ગામના આગેવાનો એ ભેગા મળી ગ્રામ પંચાયત ની બોડી બિન હરીફ નક્કી કરી હતી. તેમાં ગામ જનો ભેગા મળીને ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રમીલાબેન હિરાભાઇ પરમાર અને ડેપ્યુટી સરપંચ તરીકે અમરત ભાઈ દેસાઈ ની વરણી કરી અને ભુખલા ગ્રામ પંચાયત સભ્યો ને પણ બિન હરીફ જાહેર કરી બોડી ને સમરસ જાહેર કરવામાં આવી હતી તેને લઈ સરપંચ અને બોડીએ ગામ લોકો નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.સૌ સાથે મળીને ગ્રામ પંચાયતને સમરસ જાહેર કરી ગામલોકો ના સાથ અને સહકાર થી પાચ વર્ષ માં ગામના વિકાસ ના કામો કામો કરીશું ભુખલા ગામને વિકાસ ની હરણફાળ ભરાવીશુ તેવું જણાવ્યું હતું. ત્યારે ભુખલા ગામનો વિકાસ થાય અ ઉદ્દેશ્ય થી રમીલાબેન અને અમરતભાઇ ને ફુલહાર પહેરાવી મુંહ મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
બોક્ષ – આગેવાનો ની મહેનત રંગ લાવી – ગ્રામજનોઅંગે ગામના આગેવાન અમરત ભાઈ દેસાઈ, જાગીરદાર સમાજ માંથી રસીદ ખાન,ફિરોજ ખાન,યુસુફ ખાન,ઠાકોર સમાજમાંથી નાથુજી,ચેલાજી,રમેશજી, રબારી સમાજમાંથી રાજુભાઈ,ભગાભાઈ,રેવાભાઈ,
રાજપૂત સમાજમાંથી રમેશ સિંહ,દલપતસિંહ, પ્રજાપતિ સમાજ માંથી મુકેશ ભાઈ,કનુભાઈ,મનીષ ભાઈ, પરમાર સમાજ માંથી ખેમાભાઈ,હેમાભાઈ,દલાભાઈ સહિત ગ્રામજનો ને મહેનત રંગ લાવી હોવાનું ગ્રામજનો એ જણાવ્યું હતું.