બનાસકાંઠામાં મતદાનના દિવસે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત: નાગરિકો ૦૨૭૪૨-૨૬૦૭૯૧ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકશે

25 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ૨૦૨૬
બનાસકાંઠા જિલ્લાની વિવિધ તાલુકા અને જિલ્લા પંચાયતો તેમજ પાલનપુર, ડીસા અને ધાનેરા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીનું મતદાન આગામી તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનાર છે. આ મતદાન પ્રક્રિયા દરમિયાન મતદારોને ચૂંટણીને લગતી કોઈ પણ પ્રકારની મૂંઝવણ કે ફરિયાદ હોય, તો તેના ત્વરિત નિરાકરણ માટે બનાસકાંઠા કલેક્ટર કચેરીની ચૂંટણી શાખા ખાતે ખાસ ‘જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ’ કાર્યરત કરવામાં આવ્યો છે.મતદાનના દિવસે એટલે કે તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદારો પોતાની ફરિયાદો જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમના લેન્ડલાઈન નંબર ૦૨૭૪૨-૨૬૦૭૯૧ પર નોંધાવી શકશે. બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના તમામ મતદારો તેમજ જાહેર જનતાને આ સુવિધાનો લાભ લેવા અને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થવા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી (સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ) અને નિવાસી અધિક કલેક્ટર શ્રી સી.પી. પટેલ દ્વારા વિનંતી કરવામાં આવી છે.





