વિદ્યાધામ-ભાગળ(પીં)શાળા સંકુલમાં ધોરણ-10 અને 12 નો દીક્ષાંત સમારોહ યોજાયો
24 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આજરોજ વિદ્યાધામ- ભાગળ(પીં ) સંચાલિત શ્રી એસ.ડી.એલ શાહ હાઇસ્કૂલ ભાગળ(પીં)તાલુકો-પાલનપુર, માં ધોરણ -10 અને ધોરણ -12 નો દીક્ષાંત સમારંભ યોજાયો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલ બનાસકાંઠા જિલ્લાના શિક્ષણવિદ અને કેળવણીકાર ડો. વર્ષાબેન આર પ્રજાપતિ (સિનિયર લેકચરર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર), જલોત્રા હાઈસ્કૂલના અંગ્રેજી વિષયના તજજ્ઞ લક્ષ્મણભાઈ ભટોળ, સરપંચશ્રી અને ટ્રસ્ટીશ્રી અનિલભાઈ ચૌધરી, સ્વયમ વાલી મંડળના પ્રમુખશ્રી ભૂપતસિંહ રાજપૂત, કારોબારી સભ્યો દિનેશભાઈ સાધુ અને ભીખાભાઈ પરમાર, સ્ટાફ મિત્રો તથા બાળકો દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. સન્માનનીય મહેમાનશ્રીઓ વિદ્યાર્થીઓના પ્રેરણાસ્ત્રોત બની પરીક્ષાનો હાઉ અને તણાવ દૂર થાય અને પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે તેવા આશીર્વાદ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાના આચાર્ય શ્રી કિરીટભાઈ પટેલે વિદ્યાર્થીઓને પ્રેરણારૂપી આશીર્વાદ અને શુભેચ્છા પાઠવી. એસ.એસ.સી અને એચ.એસ.સીના બાળકોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા. આ પ્રસંગે ભુપતસિંહ રાજપૂતે બાળકોને ભોજન પ્રસાદ પેટે ₹5,000 નું યોગદાન આપ્યું હતું. તથા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓએ પોતાનું યોગદાન આપી શાળા પ્રત્યેનું ઋણ અદા કરી ગર્વની લાગણી અનુભવી.વિદ્યાધામ-ભાગળ(પીં)ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ અને પ્રમુખશ્રીએ ધોરણ- 10 અને 12 ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં જવલંત સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી..