BANASKANTHADANTIWADA

Dantiwada : સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વિભાગીય સંશોધન અને વિસ્તરણ સમિતિની ૩૭મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સમાવિષ્ઠ તમામ જીલ્લાઓની વિભાગીય સંશોધન અને વિસ્તરણ અમલીકરણ સલાહ સમિતિ(ઝર્ક)શિયાળુ–ઉનાળુ ૠતુ–ર૦ર૩ પુર્વેની ૩૭મી બેઠક સરદારકૃષિનગર ખાતે  ર્ડા.આર.એમ.ચૌહાણ, માન.કુલપતિશ્રી, સ.દાં.કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગરના અધ્યક્ષસ્થાને મળેલ હતી. આ બેઠકમાં યુનિવર્સિટી હસ્તકના સંશોધન કેન્દ્રોના વૈજ્ઞાનિકશ્રીઓ/પ્રાધ્યાપકશ્રીઓ/જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીઓ/નાયબ બાગાયત અધિકારીશ્રીઓ/ આત્માના પ્રોજેકટ ડાયરેકટરશ્રીઓ/ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકશ્રીઓ અને પ્રગતિશીલ ખેડૂતો મળી કુલ ૮પ જેટલા અધિકારીશ્રીઓ/ ખેડૂતો હાજર રહેલા. સદર બેઠકમાં વિવિધ જિલ્લાના ખેતી/ બાગાયતી પ્રશ્નો અને તેના હકારાત્મક નિરાકારણની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. માન.કુલપતિશ્રી ધ્વારા જણાવવામાં આવેલ કે, પ્રાકૃતિક ખેતી બાબતે ખેડૂતોમાં જાગૃતતા આવી રહી છે. જે અન્વયે યુનિવર્સિટીના વૈજ્ઞાનિકશ્રીઓ, વિકાસ વિભાગના અધિકારીશ્રીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકશ્રીઓ ધ્વારા ખેડૂતોમાં જાગૃતતા લાવવા માટે પ્રચાર પ્રસારની પ્રવૃતિઓનો વેગ વધારવો જોઈએ. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપી તેઓ બીજા ખેડૂતો માટે રોલ મોડલ બને તેવા પ્રયત્નો કરવા જોઈએ. ર્ડા.સી.એમ.મુરલીધરન, સંશોધન નિયામકશ્રીએ જણાવેલ કે, સદર બેઠકમાં વિવિધ અધિકારીશ્રીઓ ધ્વારા મળેલ પ્રતિભાવોને વિશેષ મહત્વ આપી તે દિશામાં સંશોધન અને વિસ્તરણની વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવશે. ર્ડા.એ.જી.પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ધ્વારા જણાવવામાં આવેલ કે, ખેડૂતોના માહિતીપ્રદ અને સકારાત્મક પ્રતિસાદ પર ભાર મુકયો હતો અને કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકશ્રીઓ અને ખેતી વિભાગના અધિકારીશ્રીઓને સહિયારા પ્રયત્નો કરી ખેડૂતોને સમૃધ્ધ બનાવવા અનુરોધ કરેલ. આ કાર્યક્રમનું સફળ આયોજન શ્રી એસ.એમ.પટેલ, મદદનીશ પ્રાધ્યાપક અને સંચાલન ર્ડા.હાર્દિક ડોડીયા, એસ.આર.એફ. ધ્વારા કરવામાં આવ્યુ હતું

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!