લાખણી પંથકમાં ભારે પવન સાથે મિની વાવાઝોડું ના નુકસાન નુ વળતર ચુકવવા કોંગ્રેસ દ્વારા માંગ

નારણ ગોહિલ લાખણી 
વાવ થરાદ જીલ્લા ના લાખણી તાલુકા સહિત સમગ્ર વાવ થરાદ જીલ્લા મા થયેલ મિની વાવાઝોડું ખેતી પાકો સહિત નુકસાન નુ વળતર ચુકવવા લાખણી તાલુકા કોંગ્રેસ દ્વારા માંગ કરવા મા આવી છે ભારે પવન અને ગાજવીજ સાથે ત્રાટકેલા વરસાદ ના કારણે સમગ્ર લાખણી વિસ્તાર વ્યાપક નુકસાન થવા પામ્યું છે મિની વાવાઝોડા જેવા માહોલ ના કારણે અનેક વિસ્તારોમાં લોકો ના ઘર અને શેડના પતરા હવામા ફંગોળાયા હતા જેના કારમે સ્થાનિક ભયના ઓથાર નિચે જીવલા મજબુર બન્યા હતા રાત્રી દરમિયાન ફુંકાયેલા જોરદાર પવનને કારણે લાખણી તાલુકા મા ઉનાળુ પાકો ખાસ કરી ને બાજરી ના કાપેલા અને ઉભા પાકમા જમીન દોસ્ત થઈ ગયા છે પાક લણણી ના આખરી તબક્કામાં જ કુદરતી આફત ત્રાટકતા ધરતીપુત્રો ચીતામા ડુબી ગયા છે જગતના તાતના મુખ સુધી આવેલ કોળિયો છીનવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે ઉપરોક્ત પંથકમાં અનેક જગ્યાએ વિશાળ કાય વુક્ષો ધારાશાયી થયા હોવા ના સમાચાર છે ઉપરાંત કેટલાક ખેડુતો ના માલ ઢોર ના પતરા વાળા શેડ અને દિવાલો ધારાશાયી નાના મોટા પશુઓના મુત્યુ થયા હોવા નુ જાણવા માળતા આ તમાંમ મુદાઓ સાથે લાખણી તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ પારજીજી ઠાકોર અને આગથળા જીલ્લા પંચાયત ડેલીકેટ દેવીલાલ પટેલ સહિત લાખણી કોંગ્રેસ ના ડેલીકેટો એ લાખણી તાલુકા વિકાસ અધિકારી ને રૂબરૂ મળી આવેદન આપી નુકશાન ની નુ વળતર ચુકવવા માંગ કરી છે


