BANASKANTHADEODAR

દિયોદર ભાજપના યુવા આગેવાન નારાજ ભાજપ વિરોધમાં મતદાન કરવા હુંકાર કર્યો રાજકારણમાં ખળભળાટ

મતદાન પહેલા ઠાકોર સમાજની બેઠકમાં લેવાયેલ નિર્ણય થી રાજકારણ ગરમાયું

દિયોદર ભાજપના યુવા આગેવાન નારાજ ભાજપ વિરોધમાં મતદાન કરવા હુંકાર કર્યો રાજકારણમાં ખળભળાટ

પ્રતિનિધિ :દિયોદર ફોટો

અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર

*યુવા આગેવાને છેલ્લી ઘડીએ ઠાકોર સમાજની બેઠક બોલાવી નારાજગી વ્યક્ત કરી

*અમુક આગેવાનના નિર્ણય ના કારણે વર્ષો જૂના આગેવાનો નારાજ હોવાનો આરોપ

*ઉમેદવાર મૂકવા ભાજપના અમુક આગેવાને સગા વાલાની નીતિ અપનાવી :મુકેશ ઠાકોર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના મતદાન પહેલા દિયોદર વિધાનસભામાં રાજકારણમાં ભારે ખળભળાટ મચ્યો છે ભાજપના યુવા આગેવાને ભાજપ પક્ષના આગેવાનો ના નિર્ણય થી નારાજ થઈ ઠાકોર સમાજ ની બેઠક બોલાવી નારાજગી વ્યક્ત કરી ભાજપ વિરોધ મતદાન કરવાનો હુંકાર કરતા મતદાન પહેલા રાજકારણમાં ગરમાવો વધ્યો છે જ્યાં યુવા નેતાએ ભાજપ પક્ષના નામ લીધા વિના અમુક આગેવાનો સામે ગંભીર આક્ષેપ કર્યો છે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નુ મતદાનના હવે ગણતરીના કલાકો બાકી છે તેની પહેલા દિયોદર વિધાનસભામાં યુવા નેતાની નારાજગી સામે આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે ભાજપ પક્ષના આગેવાનો ના નિર્ણય થી નારાજ યુવા નેતાએ દિયોદર વિસ્તાર માંથી મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો સાથે સંવાદ બેઠક કરી ભાજપ પક્ષના આગેવાનો સામે બળાપો ઠાલવ્યો છે યુવા નેતા મુકેશ ઠાકોરે દિયોદર ઠાકોર સમાજના આગેવાનો યુવાનો સાથે સંવાદ કર્યા બાદ ઠાકોર સમાજની બેઠક ને સંબોધન કરતા ભાજપ પક્ષના નેતા સામે નારાજગી વ્યક્ત કરી છે સભાને સંબોધન કરતા મુકેશ ઠાકોરે ગંભીર આરોપ મૂક્યો છે યુવા નેતાએ જણાવ્યું કે વર્ષો થી ભાજપ સાથે જોડાયેલ છીએ પરંતુ આ વખતે ભાજપ પક્ષના અમુક આગેવાનોએ જુના આગેવાનો ને સાઇડ લાઇન કરી સગા વાલાની નીતિ અપનાવી હોવાનો આરોપ કર્યો છે યુવા નેતાએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે ઠાકોર સમાજના યુવાનો અને આગેવાનો ને ઉપયોગ કરવાની જરૂર પડી મદદ ની જરૂર પડી તો રાત દિવસ ઉભા રહ્યા છે અમુક નિણર્ય ના કારણે અત્યારે ભાજપના આગેવાનો નારાજ છે ઉમેદવારો નારાજ છે ભાજપ ની વોટ બેંક પણ નારાજ છે એવું તો શું કારણ બન્યું કે ભાજપ ની સભામાં લોકો ને પકડી પકડી ને લાવવા પડે છે ભાજપ પક્ષથી કોઈ વિરોધ નથી પરતુ અહીં બેઠેલા જે લોકોએ નિર્ણય કર્યા છે તેનો વિરોધ છે જે ઉમેદવારો મૂક્યા છે જેનાથી લોકોમાં નારાજગી છે કોઈ સંકલન નથી થયું જે લોકોએ પાર્ટી ને મોટી કરી છે દોડે છે તે લોકો ને અમુક આગેવાનોને દૂર કર્યા છે તેનાથી લોકો નારાજ થયા છે લોકો કોઈ બહાર નથી આવતા પરંતુ તેમની વેદના તેમની રજૂઆતો અમને મળી છે અમુક એક બે આગેવાનોના કહેવા થી ખોટા નિર્ણય લેવામાં આવ્યા છે જેથી લોકો નારાજ થયા છે ખોટા નિર્ણય કર્યા જેથી લોકો પાર્ટીને મદદ નથી કરી શકતા ઉમેદવારો થી કોઈ નારાજગી નથી પરતુ અહીં બેઠેલા અમુક આગેવાનો થી નારાજગી છે જેમને ખોટા સંકલન કરી નિર્ણય લીધો જે આગેવાનો એ ખોટા નિર્ણય લીધો જેનો જવાબ પ્રદેશમાં આપવો પડશે જો નહીં આપે તો મતદારો તેનો જવાબ આપશે

*સંકલન કર્યા વિના નિર્ણય લીધો જેથી પ્રચારમાં જવા કાર્યકરો નથી મળતા બહાર થી લાવવા પડે છે

મુકેશ ઠાકોરે ભાજપ પક્ષના અમુક આગેવાન ને આડે હાથ લીધા હતા જેમાં ગંભીર આક્ષેપ કરતા જણાયું હતું કે સંકલન કર્યા વિના નિર્ણય લીધો જેથી ઉમેદવારોને પ્રચારમાં જવા માટે કોઈ કાર્યકરો નથી મળતા બહાર થી કાર્યકરો લાવવા પડ્યા છે જૂના કાર્યકરો ઉમેદવારો ને સાઇડ લાઇન કરી તેમની કોઈ રજૂઆત સંભાળવામાં ના આવી જેથી આવી સ્થિતિ ઉભી થઈ છે

Back to top button
error: Content is protected !!