BANASKANTHADHANERA

Dhanera : ધાનેરાના જડિયા ગામે રખડતા પશુઓના અકસ્માત નિવારણ માટે માહિતી અપાઈ

ધાનેરા પોલિસ સ્ટેશનના વડાનું અનોખું જન જાગૃતિ અભિયાન
રાજ્યભર રખડતા પશુઓની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. કેટલાક લોકો પોતાના પશુધનને છુટ્ટ મૂકી દેવામાં આવે છે તેના લીધે અનેક અકસ્માત થવાના કિસ્સા સામે આવ્યા છે. ધાનેરા જડિયા ગામમાંથી પસાર થતો રાજસ્થાન તરફ જવાના રસ્તા પર અનેક અકસ્માત થયાની ઘટના સામે આવી છે તેને નિવારણ માટે ધાનેરા પોલિસ ના વડા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જડિયા ગામના યુવાનો તથા ધાનેરા પોલિસ વડા એ.ટી.પટેલની ટીમ દ્વારા માહિતી આપવામાં આવી હતી. અત્રે નોંધવું રહ્યું કે તાજેતરમાં જડિયા ગામના જાગૃત યુવાન જોમાભાઈ ચૌધરી દ્વારા સોશિયલ મીડિયાના પ્લેટ ફોર્મ પર આ વાત મુકવામાં આવી હતી. તે બાબતને ધ્યાનમાં લેવામાં આવી હતી. આ બાબતે ધાનેર પોલીસ વડા દ્વાર. ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગૌપ્રેમી નયનભાઈ જોશીના દ્વારા સહયોગ મળ્યો હતો અને ગૌમાતાના બચાવ અને અમુક અંશે અકસ્માત ટાળી શકાય એ હેતુથી કાર્યક્રમનું આયોજન કરવમાં આવ્યું હતું.સાથે સાથે ધાનેરા પોલિસમાં ફરજ બજાવતા ઉમાભાઈ અને ખેંગારભાઈ સલામતીના ભાગ રૂપે હેલમેન્ટ અને સિલ્ટ બેલ્ટ ફરજિયાત પહેરવા રાખવાનું સૂચન કર્યું હતું અને અમુક બનાવોના ઉ.દા.આપી પાલન કરવા ગ્રામજનોને સૂચન અને માહિતી અપાઈ હતી.
ગ્રામજનોએ નયનભાઈ જોશી, ધાનેરા પોલિસના વડા અને સંવેદનશીલતા વિચારને વાચા આપનાર મિતલબેન પટેલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે જડીયા ગ્રામ પંચાયત પ્રતિનિધિ વિયાભાઈ ચૌધરી,ધાનેરા તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખ લક્ષ્મણસિંહ સોલંકી, જિલ્લા યુથ કોંગ્રેસના સચિવ પ્રવીણસિંહ સોંલકી, જાગૃત યુવાન પ્રવીણ બી. ચૌધરી, જડિયા દૂધ ઉત્પાદક ડેરીના મંત્રી મહેન્દ્રસિંહ સોંલકી, તાલુકા પંચાયત સભ્ય રમેશભાઈ ચૌધરી વગેરે ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!