જી.ડી. મોદી કૉલેજ ઑફ આર્ટ્સ,(પાલનપુર) CWDC દ્વારા ગાયનેક વ્યાખ્યાનનું આયોજન કરાયું
પાલનપુરના જાણીતા સ્ત્રી-રોગ નિષ્ણાત ડૉ.સંજયભાઈ ધારાણીનું ‘Adolescent education and hygiene’ વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું
જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સ CWDC & રોટરી કલબ ઑફ પાલનપુર ડાયમંડ સીટીના સંયુક્ત ઉપક્રમે તા.૨૭/૯/૨૦૨૪ના રોજ સવારે ૮.૩૦ થી ૧૦.૩૦ દરમિયાન કેમ્પસના ઓડિયો વિઝ્યુઅલ હૉલ ખાતે પ્રિ. ડૉ એસ.જી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ CWDC ના કન્વીનર ડો.સુરેખાબેન અને પ્રો.હેમલબેન દ્વારા પાલનપુરના જાણીતા સ્ત્રી-રોગ નિષ્ણાત ડૉ.સંજયભાઈ ધારાણીનું ‘Adolescent education and hygiene’ વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ કોલેજની125વિદ્યાર્થીનીઓએ લીધો હતો. આ વ્યાખ્યાન માં ડૉ.ધારાણી દ્વારા માસિક ધર્મ શું છે?, માસિક ધર્મની સમસ્યાઓ, ગર્ભાશય સંબંધિત સમસ્યાઓની માહિતી, ન્યૂટ્રિશિયન ફૂડ અવરનેસ, ગર્ભાધાન સબંધી માહિતી જેવી અનેક બાબતોની સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ ને શોભાવવા પ્રિ. એસ. જી. ચૌહાણ, રોટરી ક્લબ ઓફ પાલનપુર ડાયમંડ સિટીના સેક્રેટરી રોટે.ડૉ.જીગ્નેશ મહેશ્વરી, પ્રો.મૂકેશ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રવર્તમાન સમયમાં કૉલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની આ ઉંમરની ગાયનેક સમસ્યાઓ અનેક હોય છે, પરિણામે, વિદ્યાર્થિનીઓ મૂંઝવણ અનુભવતી હોય છે. વિદ્યાર્થીનીઓ ને મૂંઝવતા ગાયનેક સબંધી વિવિધ પ્રશ્નોના નિરાકરણ અર્થે CWDC દ્વારા પ્રતિવર્ષ ગાયનેકોલોજીસ્ટના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે.