ટોકરીયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ ઉજવાયો
3 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાની ટોકરીયા પ્રાથમિક શાળામાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. જેમાં બાલવાટિકા , પહેલા ધોરણના અને આંગણવાડીના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો.આ પ્રસંગે શ્રી ઉષાબેન ગજજર જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી, આઈ.સી.ડી.એસ., જિ.પં.,બ.કાં.,પાલનપુર વર્ગ-૧
તથા પટેલ હસમુખલાલએમ.સીઆરસીકોઓ.ચિત્રાસણી, શાળાના આચાર્ય શ્રી રામજીભાઈ હેમરાજભાઈ રોટાતર,SMC કમિટીના અધ્યક્ષ શ્રી નિજામભાઈ શેરશિયા, સોયબભાઈ દાઉવા, તેમજ કમિટીના સભ્યો, ભીખાભાઇ બેરા, કમલેશભાઈ ભૂતડીયા, આંગણવાડીના કાર્યકરો, મેડિકલ ટીમ, ગ્રામજનો, શાળા પરિવાર અને શૈક્ષણિક કીટના દાતા શ્રી જીગરભાઈ પ્રજાપતિ, અશોકભાઈ ચૌધરી, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
શાળાના બાળકોએ આપેલ જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ થયેલ તેમજ મેરીટમાં આવેલ બાળકોને સન્માન પત્ર આપવામાં આવ્યા હતા.
બાળકોને શૈક્ષણિક કીટ આપનાર દાતાઓને પણ સન્માન પત્ર આપવામાં આવ્યા હતા. શાળાના બાળકો દ્વારા જુદા જુદા વિષયો પર પ્રવચન આપવામાં આવ્યું હતું. આવનાર મહાનુભાવો દ્વારા સ્માર્ટ ક્લાસ, ડીજીટલ કલાસ, કમ્પ્યુટર લેબની મુલાકાત કરવામાં આવી. બાળકોએ જાતે ઓપરેટ કરી બતાવ્યું. ઉષાબેન ગજ્જર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળાના શિક્ષકો જીગ્નેશભાઈ મોદી, ચંદ્રિકાબેન મેવાડા, મુસ્તાકભાઈ બાદરપુરા, કોકિલાબેન મકવાણા , શાંતિભાઇ ગામી, અનિલભાઈ મેતીયા, ગોદડભાઈ માલુણા, રૂબિનાબેન આગલોડિયા, ઝહીરભાઈ મનસુરી, તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. શ્રી અરવિંદ ભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ શાળાની દીકરીઓ દ્વારા એન્કરિંગ કરવામાં આવ્યું હતું.