
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ભિલોડાના અણસોલ થી મેઘરજના ઇસરીથી કુંડોલ વચ્ચે આવેલ 50 વર્ષ જૂનું પુલીયું હવે જર્જરીત, રસ્તો બંધ કરાયો
ભિલોડાના અણસોલ થી મેઘરજના ઇસરીથી કુંડોલ વચ્ચે આવેલ 50 વર્ષ જૂનું પુલીયું હવે જર્જરીત સામે આવતા તંત્ર એલર્ટ થયું હતું જેમાં ગંભીરા પુલના વિસ્તારમાં ગંભીર દુર્ઘટના બાદ હાહાકાર મચતા સૂત્રો મુજબ અત્યાર સુધીમાં અંદાજે 20 લોકોના મોત ની પુષ્ટિ થઈ છે અને 4 વ્યક્તિઓ ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં છે.આવી ઘટના અન્ય કોઈ વિસ્તારમાં ના બને તે માટે તાત્કાલિક પગલાં તરીકે અરવલ્લી જિલ્લા તંત્ર એલર્ટ બન્યું છે .મેઘરજ થી ભિલોડા ને જોડતો વાયા શામળાજી તરફ જતા રસ્તા પર ઈસરી ગામથી 2 કિમી દૂર આવેલ કુંડોલ ગામે આવેલ માર્ગે પર પુલિયુ ક્ષતિગ્રસ્ત હોવાથી તંત્ર ધ્વારા તાત્કાલિક ધોરણે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે આ પુલ પર ચેતવણીના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે,અને માર્ગ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે.વિશેષ અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચી પુલના નિરીક્ષણ બાદ આ નિર્ણય લીધો છે.અન્ય માર્ગ દ્વારા ડાયવર્ઝન આપતા શામળાજી તરફ જનાર મુસાફળો અને સાધનો હવે કંટાળું – વાંકાટીમ્બા – ખાનપુર – સરકીલીમડી માર્ગ મારફતે શામળાજી જઈ શકશે ત્યારે પુલીયું ક્ષતિગ્રસ્ત સામે આવતા હાલ રસ્તો બંધ કરવામાં આવ્યો છે




