ભારે વરસાદના પાગલે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે
23 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
હવામાન વિભાગે આપેલી વરસાદની આગાહી પગલે બનાસકાંઠા જિલ્લામાં વરસાદને લઇ બે દિવસનું રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું જેને લઇ વાતાવરણમાં એકાએક પલટો થતા ને સાથે ચોમાસાની પણ શરૂઆત થતા ગત મોડી રાત્રીએ દાંતા પંથકમાં ભારે વરસાદના પગલે બારે મેઘ ખાંગા થયા હતા જોકે આ વરસાદથી ખેડૂતો ઉપર ભારે અસર જોવા મળી રહી છે સારા વરસાદની અપેક્ષા એ ખેડૂતોએ ખેતીવાડી શરુ કરી બિયારણ જમીનમાં નાખી દીધું હતું ત્યારે ગતમોડી રાત્રે પડેલા ભારે વરસાદના પગલે ખેડૂતોના ખેતરો પાણીના બેટમાં ફેરવાઈ ગયેલા જોવા મળી રહ્યા છે જયારે કેટલાક ખેતરો ખેતરમાંથી તળાવ બની ગયા છે અને આ તળાવમાં મગફળી જેવા બિયારણનું પણ વાવેતર કરી દેવાયું હતું ને આ પડેલા ભારે વરસાદના પાગલે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે ભારે વરસાદના પગલે ક્યાંક ખેતરોના ધોવાણ થતા બિયારણ પણ તણાઈ ગયું તો કેટલાક ખેતરોમાં બિયારણ નાખેલા ખેતરોમાં પાણી ભરાઈ જતા મોંઘાભાવનું બિયારણ બગડી ગયું ને ખેડૂતો હવે ચોમાસા પાકને લઇ મોટી આશા બંધાઈ હતી તે ચોમાસાના પ્રારંભે જ આશા ઉપર પાણી ફરી વળ્યું છે ને હવે ફરીથી નવું બિયારણ ક્યારે વાવવું તેની દ્વિધામાં મુકાયા છે હમણાં ખેતરોમાં ભરાયેલા પાણી બહાર કાઢ્યા બાદ 8 થી10 દિવસ પછી જ નવું બિયારણ ખેતરમાં નાખી શકાશે ને જો તેવામાં ફરી ભારે વરસાદ આવે તો ચોમાસુ પાક નિષ્ફળ જશે તેવો ભય ખેડૂતો ને સતાવી રહ્યો છે અશ્વિનભાઈ (ખેડુતપુત્ર) ભેમાળ આવા એક વિસ્તારમાં નહિ પણ દાંતા તાલુકાના અનેક વિસ્તારના ખેતરોમાં પાણી ભરેલા જોવા મળી રહ્યા છે અને ખેડૂતો એ ખેતરમાં કરેલા પાળા પણ તૂટી ગયા છે સાથે ભારે વરસાદથી જમીનનું ધોવાણ થતા ખેડૂત ભારે મુંજવણ અનુભવી રહ્યું છે આસામભાઈ મહેસાણીયા ખેડૂતરસુલપુરા દાંતાચોમાસા ની શરૂઆતમાં ખેડૂત સારા વરસાદની અપેક્ષા સેવતું હોય છે ત્યારે સારો પાક થશે તેવી આશા પણ બંધાohઈ છે પણ એક જ રાતમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબકી પડતા ખેડૂતોના સપના માત્ર સપના જ રહી ગયા હોય તેવું લાગી રહ્યું છે।