BANASKANTHADEESA

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં વડાપ્રધાનની વર્ચ્યુઅલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાના આવાસ યોજનાનો ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં વડાપ્રધાનની વર્ચ્યુઅલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આવાસ યોજનાઓનો ગૃહ પ્રવેશ કાર્યક્રમનું આયોજન થયું છે. જેને લઇ જિલ્લા કલેકટર સહિત દરેક વિભાગના અધિકારીઓએ એરપોર્ટ પર ધામા નાખી તડામાર તૈયારીઓમાં વ્યસ્ત બની ગયા છે.
ડીસામાં એરપોર્ટ ખાતે આગામી 10 ફેબ્રુઆરીએ રાજ્યકક્ષાનો આવાસ યોજનાઓનો ગૃહ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાનાર છે. જેને લઇ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમ. જે. દવે,નાયબ કલેક્ટર નેહા પંચાલ સહિત તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની દેખરેખ હેઠળ કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લાના 14 તાલુકાઓમાંથી અંદાજિત 50,000 થી પણ વધુ લોકોના આવવાનો અંદાજ છે. ત્યારે આવનાર લોકોને કોઈ જ મુશ્કેલી ન પડે અને કાર્યક્રમ સફળ થાય તે માટે વહીવટી તંત્ર કામે લાગી ગયું છે.
આ અંગે જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે, ડીસામાં એરપોર્ટ ખાતે વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો આવાસ યોજનાઓનો ગૃહ પ્રવેશ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારથી આવાસ યોજના શરૂ થઈ છે. ત્યારથી બનાસકાંઠા જિલ્લામાં 55 થી 60 હજાર જેટલા આવાસ બન્યા છે અને 10 તારીખે સમગ્ર રાજ્યમાં સવા લાખ જેટલા નવા આવાસોનો રાજ્યકક્ષાનો ગૃહપ્રવેશ કાર્યક્રમ ડીસા ખાતે છે સાથે બાકી જિલ્લાઓમાં પણ દરેક એસેમ્બલી કોસ્ટીટ્યુશનલી લેવલે આયોજન કરેલ છે અને ડીસા ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના કાર્યક્રમમા અંદાજિત 50,000 લોકો જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી આવવાનો અંદાજ છે. આ તમામ લોકો માટે જમવાની વ્યવસ્થા પણ પણ રાખવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!