BANASKANTHALAKHANI

ભાભર નજીક હિટ એન રન ની ઘટનામા લાખણી ના વજેગઢ ના બે ભાઈ બહેન ના મોત એક ઘાયલ

 

નારણ ગોહિલ લાખણી

લાખણી તાલુકા ના વજેગઢ ગામના મુકેસભાઈ, અલ્કાબેન અને નયના બેન તેમના બાઇક ઉપર ભાભર ની નર્સિગ કોલેજ માં અલ્કા બેનને એડમીશન માટે આવ્યા હતા અને એડમીશન નું કામ પતાવીને ઘરે પરત જઇ રહ્યા હતા

તે દરમ્યાન

ભાભર ના ખારા નજીક ત્રણ બાઇક સવાર ને ઇકો ગાડી ચાલકે પાંચ કિલોમીટર ભાભર સુધી ઘસેડી લાવ્યાં હતાં.

બાઇક સવાર યુવતી અલ્કાબેન નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે બે ની સ્થીતી ગંભીર હતી

ભાભર,દિયોદર હાઇવે ઉપર પાંચ કિલોમીટર ખારા ગામ સહયોગ હોટલ પાસે બાઇક ને ઇકો ગાડી ચાલકે સામે થી ટક્કર મારતાં બાઇક ઇકો ગાડિમાં ભરાઇ ગયું હતું

જ્યારે ઇકો ગાડી ચાલકે ગાડી રોકી ન હતી અને તેણે ગાડી ભગાડતાં બાઇક ને પાંચ કિલોમીટર ભાભર સુધી ઘસેડી લાવ્યું હતુ

આમ ઇકો ગાડી ભગાડતાં ભાભર હાઇવે ઉપર ઇકો ગાડીને રોકાવવી પડી હતી

ઇકો ગાડીએ ઘસેડેલા બાઇક ઉપર બે યુવતીઓ અને એક બાઇક ચાલક ત્રણેય બાઇક સાથે ઘસેડાયાં હતાં

આમ અકસ્માત દરમ્યાન એક યુવતી અલ્કા બેનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું

જ્યારે એક યુવતી અને બાઇક ચાલક બન્નેને ભાભર હોસ્પીટલે સારવાર આપી વધુ સારવાર અર્થે આગળ રીફર કરવામાં આવ્યાં હતાં ત્યાથી બાઇક ચાલક મુકેશ ભાઇ નું પણ મોત નિપજ્યાનું જાણવા મળ્યું હતું

કમનસીબ ની વાત ઍવી જાણવા મળે છે કે ભાભર થી બાઇક ઉપર ત્રણ જણ લાખણી તાલુકા ના વજેગઢ ઘરે પરત જવા નિકળ્યાં હતાં

મૃતક નું આધાર કાર્ડ કોલેજ ના એડમીશન માટે ઉપીયોગ માં લેવાયું હતું તે આધાર કાર્ડે પી.એમ. માટે નિમિત્ત બનવા પામ્યું હતુ. બે સગા ભાઈ બહેન નાં મોત નાં સમાચાર મળતાં ગામ માં શોક નુ મોજું ફેલાયું હતું.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button