ચિત્રાસણીસઘન ક્ષેત્ર શાળાખાતેઘરેલુ હિંસા, જાતીય સતામણી અને સોસીયલ ક્રાઈમ અંગે માર્ગ દર્શન કાર્યક્રમ
28 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી બાલારામ સઘનક્ષેત્ર સમિતિ ચિત્રાસણી સંચાલિત શ્રી જી. જી. મહેતા સ્ત્રી અધ્યાપન મંદિર અને શ્રી સી. જે. કોઠારી હાઇસ્કુલના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીની બહેનોને મહિલા અને બાળ વિકાસ વિભાગ બનાસકાંઠા દ્વારા ઘરેલુ હિંસા અને જાતીય સતામણી વિશે કાયદાકીય માર્ગદર્શન શ્રી મધુબેન જોશી અને રુચિતાબેન ગામી દ્વારા આપવામાં આવ્યું. પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર દાંતાના કાઉન્સિલર શ્રી જયાબેન વણઝારા દ્વારા અંધશ્રદ્ધા નિવારણ અને સોશિયલ મીડિયા ક્રાઈમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત અગત્યની સહાયતા કેન્દ્રોના મોબાઈલ નંબર પણ જણાવવામાં આવ્યા.આશીર્વાદ ફાઉન્ડેશન જિલ્લા કો-ઓર્ડીનેટર બનાસકાંઠા માવજત હોસ્પિટલ પાલનપુરના જિજ્ઞાસાબેન જોશી દ્વારા સ્તન કેન્સર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી.આ કાર્યક્રમમાં સંસ્થાના નિયામક શ્રી પી. એમ. બારડ સાહેબ તથા સ્ટાફગણ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન પી.ટી.સી. કોલેજના આચાર્ય શ્રીમતી નિલાક્ષીબેન રાઠોડ તથા સી. જે. કોઠારી હાઈસ્કૂલના આચાર્યશ્રી વિનોદભાઈ પટેલ તથા શિક્ષકશ્રી અર્જુનસિંહ હડિયોલ દ્વારા કરવામાં આવ્યું હતું.