BANASKANTHADANTIWADA

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે “ઘઉંની વૈજ્ઞાનિક ખેતી” વિષય ઉપર ઓનલાઇન ખેડૂત તાલીમ યોજાઇ

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી હેઠળ ચાલતી નોલેજ ડીસેમીનેશન થ્રુ ડીસ્ટન્સ લર્નીગ યોજના અંતર્ગત “ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ” વિષય ઉપર ઓનલાઇન ખેડૂત તાલીમનું આયોજન તા.૦૩/૧૧/૨૦૨૩ ના રોજ યુ-ટયુબના માધ્યમથી કરવામાં આવ્યુ. તેમાં કુલ મળી ૧૧૪ ખેડૂત ભાઈ-બહેનોએ ભાગ લીધેલ. તાલીમની શરૂઆતમાં શ્રી એસ.એમ.પટેલ, મદદનીશ પ્રાધ્યાપકશ્રીએ સૌને આવકારી તાલીમનું મહત્વ સમજાવેલ. ઘઉં એ માનવ જાતના ખોરાક્માં અગત્યનો ધાન્ય પાક છે. ઘઉંનુ વાવેતર સમગ્ર ગુજરાત રાજ્યમાં થાય છે. ઘઉની કુલ ત્રણ પ્રકારની જાતો જેવી કે એસ્ટીવમ (૯૦%), ડયુરમ (૧૦%) અને ડાયકોકમનો (નહિવત) સમાવેશ થાય છે. રાજ્યમાં ઘઉના કુલ વાવેતર વિસ્તાર પૈકી ૯૪% પિયત અને ૬ % બીન પિયત વિસ્તાર છે. વધુમાં ગુજરાત રાજ્યની સ્થાપના સમયથી આજદિન સુધી ઘઉંની ઉત્પાદક્તામાં ૭.૭૯ ક્વિન્ટલ પ્રતિ હેક્ટરથી ૩૨.૫૯ ક્વિન્ટલ પ્રતિ હેક્ટર સુધીનો વધારો થયેલ છે. જે રાજ્યની ઘઉંની ખેતીની પ્રગતિ દર્શાવે છે. ત્યારબાદ તાલીમમાં ત્યારબાદ તાલીમમાં ર્ડા.એ.એમ. પટેલ,,  સંશોધન વૈજ્ઞાનિક, ઘઉં સંશોધન કેન્દ્ર, વિજાપુરએ ઘઉંની વાવણી અનુરૂપ જાતની પસંદગી, બિયારણનો દર, વાવણી સમય, પિયત વ્યવ્સ્થાપન અને પિયત માટેની કટોકટી અવ્સ્થાઓ, ખાતર વ્યવ્સ્થાપન, નિંદણ વ્યવ્સ્થાપન તેમજ ઘઉંના પાક્માં આવતાં ગેરૂ  (થડનો ગેરૂ, પાનનો ગેરૂ), પાનનો સુકારો, દાણાની કાળી ટપકી, કર્નાલ બન્ટ, અનાવૃત્ત અંગારિયો વગેરે રોગોની ઓળખ અને તેના નિયંત્રણ તેમજ ઊધઈ, ખપેડી અને ગાભમારાની ઇયળ જેવી જીવાતો અને તેના નિયંત્રણ અંગે ખેડુતોને સંપૂર્ણ માહિતગાર કર્યા. તાલીમના અંતમાં ડો. હાર્દિક ડોડીયા, એસ.આર.એફ., વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરીએ સૌનો આભાર માની તાલીમ પુર્ણ જાહેર કરેલ.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!