BANASKANTHAPALANPUR

શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુર દ્વારા પોકસો કાર્યક્રમ યોજાયો

8 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આજરોજ શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણમાં જિલ્લા કાનૂની સેવા સત્તા સેવા મંડળ પાલનપુર દ્વારા પોકસો અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શ્રી પી.પી.શાહ સાહેબ, સિવિલ જજ બનાસકાંઠા, શ્રી પી.એસ.ધરવા સરકારી વકીલ, શ્રી જયેશભાઇ પટેલ, સુપરિટેન્ડેન્ટ તથા મિત્તલાબેન રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સિવિલ જજ શાહ સાહેબે બાળકોને પોકસો અંતર્ગત માહિતી આપી હતી અને કોર્ટ અને કચેરી બાબતે સમજ આપી હતી. જ્યારે સરકારી વકીલ ધરવા સાહેબે બાળકોને પોકસો વિશે વિસ્તૃતમાં સમજ આપી હતી. આ ઉપરાંત અત્યાચારો સામે કેવી લડવું જોઈએ તેવી તમામ બાબતોની સમજ આપી હતી. શાળાના આચાર્ય ડો. રાજેશ પ્રજાપતિ એ મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પુસ્તકથી સન્માન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિઘી શ્રી રણજીતસિંહ પાલરે એ કર્યું હતું.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!