દિયોદર ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નું મતદાન ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રકિયા સંપન્ન થઈ…..

દિયોદર ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નું મતદાન ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રકિયા સંપન્ન થઈ…..
પ્રતિનિધિ દિયોદર ફોટો
અહેવાલ કલ્પેશ બારોટ
વાવ થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત આજે 26 એપ્રિલ ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ છે જેમાં સાંજના 6.00 વાગ્યા સુધીમાં દિયોદર તાલુકાનું 69.71% મતદાન નોંધાયું છે ૫ જિલ્લા પંચાયત અને ૨૨ તાલુકા પંચાયતના ઉમેદવારના ભાવિ EVM મશીનમાં કેદ થઇ ગયા છે જેનું પરિણામ હવે ૨૮મી એપ્રિલ આવશે……
નવનિયુક્ત વાવ થરાદ જિલ્લાના દિયોદર ખાતે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નું મતદાન અત્યંત શાંતિ પૂર્ણ માહોલમાં શરૂ થયું હતું જેમાં વહેલી સવારથી જ મતદાન મથકો ઉપર મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રકિયા યોજાઈ હતી જોકે દિયોદર તાલુકાના લીલાધર ગામે આદર્શ મતદાન મથક આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું બીજી તરફ વાવ થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોર એ પણ પોતાના માદરે વતન દિયોદર ના કુંવાતા ગામેથી મતદાન કયું હતું અને દિયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પોતાના માદરે વતન મોજરુ ગામેથી મતદાન કર્યું દિયોદર તાલુકામાં કુલ 5 જિલ્લા પંચાયત બેઠક અને 22 તાલુકા પંચાયત બેઠકો પર મતદાન યોજાયું જેમાં વહેલી સવારથી સાંજ ના 6.00 વાગ્યા સુધી કુલ 69.71% મતદાન યોજાયું હતું દિયોદર ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વહીવટી તંત્ર પણ ખડે પગે રહી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન કરાઈ હતી ………..





