વાવ- થરાદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું શરૂ

26 એપ્રિલ જીતીશ જોષી પાલનપુર બનાસકાંઠા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી,૨૦૨૬ વાવ – થરાદ
સવારે સાત વાગ્યાથી જ લોકોમાં મતદાનનો જોવા મળ્યો અનેરો ઉત્સાહ વાવ- થરાદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું શરૂ
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત વાવ – થરાદ જિલ્લામાં જિલ્લા પંચાયત, ૮ તાલુકા પંચાયત અને ૨ નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત આજે સવારે સાત વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે. આજે વહેલી સવારથી જ લોકોમાં મતદાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અનેક સ્થળોએ ભીડ જોવા મળી રહી છે. વહીવટી તંત્ર દ્વારા વાવ – થરાદ જિલ્લામાં કુલ ૮૬૪ જેટલા મતદાન મથકો ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આયોજન કરાયું છે. સવારે ૦૭.૦૦ વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. વહેલી સવારે ૭ વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટયા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
મતદારો સવારથી જ મતદાન મથકો પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવવામાં સહભાગી બન્યા હતા. સાથે જ મતદાન કરનાર નાગરિકોએ અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરિત કર્યા હતા, જેના કારણે જિલ્લામાં લોકશાહી પ્રત્યેનો સકારાત્મક માહોલ સર્જાયો છે.જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા સુચારુ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.









