આર્ટ ઓફ લિવિંગ (યોગ) કાર્યક્રમ અહેવાલ
24 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા ડીસ્ટ્રીકટ કેળવણી મંડળ, જી ડી મોદી વિદ્યાસંકુલ પાલનપુર દ્વારાઆર્ટ ઓફ લિવિંગ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સ, આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ, સી. એલ. પારીખ કોલેજ ઓફ કોમર્સ, બી. કે. મરકન્ટાઈલ બેંક લૉ કોલેજ, એમ. એ. પારીખ ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજ, બી.બી.એ. કોલેજ અને બી.સી.એ. કોલેજ ના અધ્યાપકો અને બિનશૈક્ષણિક સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં માર્ગદર્શક તરીકે શ્રી પારસભાઈ ખંડેલવાલ, જે આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના વરિષ્ઠ ફેકલ્ટી સભ્ય છે, તેમણે આપ્યું હતું. તેમણે ભાગ લેનારને ધ્યાન ટેક્નિક્સ અને પ્રાણાયામની કસરતો કરાવી. ઉપરાંત, શિક્ષકો માટે રોજિંદા જીવનમાં યોગને શામેલ કરવાની મહત્વતા પર પણ ભાર મૂક્યો અને આર્ટ ઓફ લિવિંગ યોગ કાર્યક્રમના વિવિધ લાભોની વિસ્તૃત માહિતી આપી.
આ કાર્યક્રમનું સુચારુ સંચાલન ડૉ. મિહિર એમ. દવે દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે શ્રી પારસભાઈ ખંડેલવાલ નો પરિચય આપ્યો અને અંતે આભાર વિધિ પણ યોજી, જ્યાં તેમણે ઉપસ્થિત સૌ મિત્રોનો અભાર માન્યો અને નિયમિત યોગાભ્યાસ ઉપર ભાર મુકયો.
ડૉ. અમિત પારીખ, સંકુલ નિયામક, શૈક્ષણિક પણ આ પ્રસંગે હાજર રહ્યા. તેમણે કાર્યક્રમના અંતે મનનીય પ્રવચનમાં શ્રી ખંડેલવાલ ના માહિતીસભર સત્રની પ્રશંસા કરી અને આર્ટ ઓફ લિવિંગ યોગ પ્રોગ્રામ ના સર્વાંગી વિકાસલક્ષી ફાયદાઓ વિશે ચર્ચા કરી. તેમણે તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફને તનાવ મુક્ત અને સંપૂર્ણ આરોગ્ય અર્થે મિત્રોને ભવિષ્યમાં આર્ટ ઓફ લીવીંગ કોર્સ કરવા માટે પ્રોત્સાહિત કર્યા.આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો, જેનાથી ભાગ લેનારોએ સંતુલિત અને આરોગ્યદાયક જીવન માટે યોગને નિયમિત અભ્યાસ તરીકે અપનાવવા માટે પ્રેરણા મેળવી.