BANASKANTHAPALANPUR

શ્રી એલ.વી.નગરશેઠ હાઇસ્કુલ સમૌ મોટામાં પક્ષીઓના ચણ માટે ચબૂતરા ની અને પરીક્ષા ના પ્રથમ પ્રશ્નપત્ર પછી બાળકો ને ભોજન પ્રસાદ કરાવવામાં આવ્યું

7 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી એલ.વી.નગરશેઠ હાઇસ્કુલ સમૌ મોટામાં પક્ષીઓના ચણ માટે ચબૂતરા ની અને પરીક્ષા ના પ્રથમ પ્રશ્નપત્ર પછી બાળકો ને ભોજન પ્રસાદ કરાવવામાં આવ્યું.ચાલો બનાસકાંઠા ને સંસ્કારકાંઠા બનાવીએ તે અંતર્ગત આનંદ પરીવાર દ્વારા સંસ્કાર શાળા ને 1000 રૂ.ટોકન માં આપવાથી પક્ષીઓને ચણ માટે ચબુતરા ની વ્યવસ્થા કરવાની યોજના માં સદર શાળાને ચકલાઓને ચણ અને પાણીના કુંડાની વ્યવસ્થા કરવામાં આવી. ચકલાને ચણ મળી રહે તેવી વ્યવસ્થા ની સાથે બાળકોને પણ ભોજન મળે તેવા શુભ આશયથી શાળાના મ. શિ . શ્રી વિષ્ણુજી ઠાકરડા તરફથી શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને ,શાળા પરિવાર અને ટ્રસ્ટીશ્રીઓ ને પ્રથમ પ્રશ્નપત્ર પૂર્ણ થયા બાદ સુંદર ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી.NSS ના વિદ્યાર્થીઓએ આ વ્યવસ્થાને સુંદર રીતે સંભાળી. સમગ્ર સ્ટાફે અને ટ્રસ્ટીશ્રીઓ એ આ બંને કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

Check Also
Close
Back to top button
error: Content is protected !!