રસાણા નાના, તાલુકો. ડીસા જિલ્લા બનાસકાંઠા ના શિક્ષક શ્રી પ્રકાશકુમાર પી.સોલંકીને આદર્શ શિક્ષક સન્માન કાર્યક્રમમાં સન્માનિત કરાયા
25 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
રાજ્ય લેવલે ગુજરાતી સાહિત્યની સેવા કરતા પારિજાત સાહિત્ય પરિવાર ગ્રુપ આયોજિત ચતુર્વિધ કાર્યક્રમ અમદાવાદ પર્યાવરણ મંદિર,વસ્ત્રાલ ખાતે યોજવામાં આવ્યો. જેમાં ગ્રુપ એડમીન શ્રી આદરણીય માણેકલાલ પટેલ શ્રી પી.સી.પટેલ સાહેબ અને શ્રી મતી કિરણબેન શર્મા દ્વારા આયોજિત “આદર્શ શિક્ષક સન્માન” કાર્યક્રમમાં શિક્ષક હોવાની સાથે સાથે સાહિત્ય ક્ષેત્રે શાળાનું આગવું પ્રદાન કરી રહેલા ગુજરાત ભરમાંથી 51 આદર્શ શિક્ષકોનું પંચામૃત સમાન સન્માન પત્ર મીઠાઈ બોલપેન અને “પુસ્તક રડે છે “એ પુસ્તક અર્પણ કરી સાલ ઓઢાડી સન્માન કરાયું. આ કાર્યક્રમમાં ગૌરક્ષક પરમ પૂજ્ય યોગીજી બાળકનાથ બાપુ, રમણ ધામ, ગામ દેત્રોજ, જીલ્લો.અમદાવાદ અને રિલાયન્સ સ્કૂલ વડોદરા ના પૂર્વ આચાર્ય શ્રી ડૉ .મહીમનસિંહ ગોહિલ સાહેબ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં “પુસ્તક રડે છે” પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું ગુજરાત ભરના 51 શિક્ષકો પૈકી રસાણા નાના પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શ્રી પ્રકાશકુમાર પી.સોલંકી ની પસંદગી થઈ હતી. તેઓને શિક્ષણ ક્ષેત્રે આગવી શૈલીમાં કાર્ય કરવા અને સાહિત્ય ક્ષેત્રે નોંધ પાત્ર પ્રદાન કરવા બદલ” પારિજાત આદર્શ શિક્ષક સન્માન પત્ર” અર્પણ કરી મહાનુભાવોના હસ્તે સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓએ પોતાના ગૌરવની સાથે સાથે શાળા પરિવાર, રસાણા ગામ, ડીસા તાલુકો અને સમગ્ર બનાસકાંઠાનું વધારેલ છે. આ અંગે પ્રકાશભાઈ પી. સોલંકીને જિલ્લાનું ગૌરવ વધારવા બદલ શાળા પરિવાર,એસ.એમ.સી. સભ્યો, ગ્રામજનોએ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી.