BANASKANTHA

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, થરાદમાં સ્પોકન ઈંગ્લીશના વર્ગોનો પ્રારંભ કરવામાં આવ્યું.

18 જુલાઈ

પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

અત્રેની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ – બહેનો માટે આજ રોજ કૉલેજમાં રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન (RUSA) અંતર્ગત સ્પોકન ઈંગ્લીશના વર્ગો શરૂ કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓની અંગ્રેજી ભાષા પરની સજ્જતા વધે અને વિવિધ સરકારી, અર્ધ સરકારી નોકરીઓ કે રોજગારમાં અંગ્રેજી ભાષાનું સુયોજન સાધી તેમાં સફળ થઈ શકે તે આ વર્ગોનો મુખ્ય ઉદ્દેશ છે. ઉલ્લેખનીય છેકે આ વર્ગો તારીખ ૧૮/૦૭/૨૦૨૩ થી ૦૩/૦૮/૨૦૨૩ સુધી ચાલશે. જેમાં અંગ્રેજી વિષયના ફેકલ્ટી તરીકે શ્રી પરેશભાઈ ગજ્જર અને શ્રી કિન્નરીબેન રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. આ કોચિંગ ક્લાસના શુભારંભ રૂસા સંયોજક ડૉ. એ. બી. વાઘેલાએ સૌને આવકાર્યા હતા. આ વર્ગોના સહ સંયોજક પ્રા. ચિરાગ શર્માએ સ્પોકન ઈંગ્લીશના વર્ગોના આયોજનથી સૌને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમના અધ્યક્ષ પ્રા. જે.સી. ઠાકોરે વિદ્યાર્થીઓને આવકારી કોચિંગ વર્ગોનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. ડૉ. આર.કે.રોહિત, ડૉ. પ્રશાંત શર્મા, ડૉ. આનંદ કુમાર, ઉપરાંત વહીવટી સ્ટાફમાંથી વિષ્ણુભાઈ માળી અને ખોડાભાઇ રાજપૂત પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ સંસ્કૃત વિભાગના પ્રા. ડૉ. પ્રશાંત શર્માએ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન રુસા સંયોજક ડૉ. અશોકભાઈ વાઘેલા અને સહ સંયોજક પ્રા. ચિરાગ શર્માએ આચાર્યશ્રી અને અધ્યાપક મિત્રોના સંકલનથી કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!