GUJARATJETPURRAJKOT

Rajkot: ફેશન કા હૈ યે જલવા… બ્લેઝર શૂટ અને પાર્ટી વેર ગાઉનમાં ૪૫ મનોદિવ્યાંગોએ કર્યું રેમ્પ વોક

તા.૨૮/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

આત્મવિશ્વાસ અને સામાજિક સ્વીકૃતિ અર્થે વન્ડર સ્પોર્ટ્સ એકેડમીનું સ્પેશિયલ ચાઈલ્ડ માટે ફેશન વોક અને ડીજે-ડાન્સનું ભવ્ય આયોજન

Rajkot: રેમ્પ પર બ્લેઝર સૂટ અને ગોગલ્સ પહેરેલા મનો દિવ્યાંગો બોયઝ અને કલરફુલ પાર્ટીવેર ગાઉનમાં સજ્જ બાળકીઓને આત્મવિશ્વાસ સાથે રેમ્પ વોક કરતા જોઈ કોઈપણ સ્વસ્થ વ્યક્તિ પણ એકવાર ચોક્કસ મંત્રમુગ્ધ થઈ જાય. આવોજ એક ફેશન શોનો જલવો જોવા મળ્યો હતો જ્યારે મ્યુઝિકની ધૂન સાથે ૪૫ મનોદિવ્યાંગોએ રાજકોટના અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે રેમ્પ વોક કર્યું હતું ત્યારે…

વન્ડર સ્પોર્ટ્સ એકેડમી દ્વારા આયોજિત ફેશન વોક અને ડીજે-ડાન્સ પ્રોગ્રામના પ્રણેતા ભુમિકાબેન દુધાત્રા જણાવે છે કે, મનોદિવ્યાંગ બાળકોનો આત્મવિશ્વાસ વધે તે માટે તેઓ એકલા સ્ટેજ પર અનેક લોકોની સામે હિંમતપૂર્વક પરફોર્મ કરે તે માટે અમે બાળકોને તૈયાર કર્યા. હાલમાં જયારે ૩૧ મી ડિસેમ્બરે બધા લોકો ડાન્સ સાથે નવા વર્ષની ઉજવણી કરશે, ત્યારે સ્પેશિયલ ચાઈલ્ડ પણ ઉત્સવ મનાવવા હકદાર હોઈ અમે ફેશન શો અને ડીજે વીથ ડાન્સનો કાર્યક્રમ યોજ્યો. જેમાં ૯ થી ૧૫ વર્ષની ઉંમરની ૧૨ છોકરીઓ અને ૮ વર્ષથી લઈ ૪૪ વર્ષ સુધીના વ્યક્તિઓએ ભાગ લીધો હતો. સ્પેશિયલ ચાઈલ્ડને સામાજિક સ્વીકૃતિ પણ મળે તે જરૂરી છે, અને તેમના પરિવારજનોને પણ ક્ષોભ ના થાય તે માટે બાળકો સાથે તેમના મમ્મીને પણ બાળકો સાથે રેમ્પ વોક કરાવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભમાં સ્પેશિયલ ચાઈલ્ડ બાળકો માટે પેરા રમતો ઉમેરવામાં આવતા આવા બાળકોના ખેલ ક્ષેત્રે ભવિષ્ય નિર્માણ માટે સ્પોર્ટ્સ એકેડમી ચલાવતા ભુમિકાબેન જણાવે છે કે, આ બાળકો માટે રમતગમત માનસિક વિકાસ માટે ખાસ મદદરૂપ બને છે. તેઓને યોગ્ય રીતે ટ્રેઈન કરવામાં આવે તો તેઓ ચોક્કસ આગળ આવી શકે.

ડાઉન્સ સિન્ડ્રોમના કારણે જુદી જુદી ૨૧ પ્રકારની મનોદિવ્યાંગતા સ્પેશિયલ ચાઈલ્ડમાં જોવા મળે છે. તેઓના જણાવ્યા મુજબ રાજકોટમાં આવા ૩ હજારથી વધુ બાળકો અલગ અલગ કેટેગરીમાં દિવ્યાંગતા ધરાવે છે. આવા બાળકોને માનસિક હૂંફની સાથે પોતીકાપણુ ખૂબ જરૂરી હોય છે. ભુમિકાબેન દુધાત્રાએ આવા બાળકો અને તેમના પરિવારજનોને સહાયરૂપ થવા વિવિધ પ્રવૃત્તિ તેમજ સરકારની યોજનાકીય લાભો અપાવવા મદદરૂપ બની પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે.

ફેશન વોક કાર્યક્રમમાં બાસ્કેટ બોલ કોચ શ્રી પ્રકાશ પાનખરીયા, અગ્રણીઓ શ્રી વિપુલભાઈ રાઠોડ, હિરેનભાઈ હાપલિયા, યોગ કોચ શ્રી રાજ્યગુરુ, અરવિંદભાઈ હરપાલભાઈ બારોટ તેમજ દિવ્યાંગજનોના પરિવારજનો ઉપસ્થિત રહી કાર્યક્રમમાં ઓજસ પાથર્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!