BANASKANTHATHARAD

થરામાં ઓલ ઈન્ડિયા દલિત એક્શન ગુજરાત પ્રદેશ કાંકરેજ તાલુકા દ્વારા આયોજીત પ્રથમ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો.

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ પંડિત દીનદયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક હોલમાં ગત તા.૨૯/૧૦/૨૦૨૩ ને રવિવારે સવારે ૧૧ કલાકે રાષ્ટ્રીય અધ્યક્ષ ઓલ ઇન્ડિયા દલિત એક્સન કમિટી બેંગ્લોર- કર્ણાટક ના ડૉ.ચી ના રામુ ના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય મહામંત્રી તમિલનાડુના એ.એમ. રાજા,થરા સ્ટેટમાજી રાજવી એવમ નગર પાલિકા પ્રમુખ પ્રુથ્વીરાજસિંહ વાઘેલા,ગુજરાત પ્રદેશ પ્રમુખ એવમ ઓલ ઇન્ડિયા દલિત એક્સન કમિટી ગુજરાય પ્રદેશ રાષ્ટ્રીય મહામંત્રી પરમાર પ્રવીણભાઈ માધાભાઈ થરાની ઉપસ્થિતમાં ઓલ ઈન્ડિયા દલિત એક્સન કમિટી ગુજરાત પ્રદેશ કાંકરેજ તાલુકા આયોજિત દાતાઓના સહયોગથી પ્રથમ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ વિજયભાઈ ચક્રવતી, ગજેન્દ્રભાઈ વી.ચૌહાણ સુરેન્દ્રનગર, એ.પી.એમ.સી.થરાના ચેરમેન અણદાભાઈ પટેલ, બનાસકાંઠા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા, કાંકરેજ ટી.ડી.ઓ.રમીલાબેન પરમાર,આરાધના હોસ્પિટલ પાટણના ડો.નીતિનભાઈ છત્રાલિયા,ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના પૂર્વ ઉપપ્રમુખ રામજીભાઈ પરમાર ભાવનગર,થરા નગર પાલિકાના કોર્પોરેટર મકવાણા રઘુભાઈ પુરાભાઈ,જી.પી.એસ.સેવા ગ્રુપ અમદાવાદના ગણપતભાઈ એચ.પરમાર,કાંકરેજ તાલુકા ગુરૂ બ્રાહ્મણ સમાજના પ્રમુખ કિશનભાઈ શ્રીમાળી,કાંકરેજ તાલુકા અનુ સૂચિત જાતી મોરચાના પ્રમુખ કરશનભાઈ એલ.ચૌહાણ માનપુરા સહિત વિશાળ સંખ્યામાં દાતાઓ, મહેમાનો,વિધાર્થીઓ સહિત આગેવાનો હાજર રહ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!