આદર્શ વિધાલય વિસનગર,ઉચ્ચત્તર પ્રા.વિ. ધો -8 ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો
29 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આદર્શ વિધાલય વિસનગર,ઉચ્ચત્તર પ્રા.વિ. ધો -8 ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરમાં કાર્યરત આદર્શ ઉચ્ચ.પ્રા. વિભાગના ધો-8 ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ તેમજ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહને શોભાવવા માટે મહાનુભાવો એવા કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, શિક્ષણ સમિતિ ના સભ્ય ખુમજીભાઈ ચૌધરી , નારાયણભાઈ ચૌધરી અને માધ્યમિક વિભાગના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉચ્ચ. પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી મુમતાઝઅલી પઠાણે મહેમાનશ્રીઓનો પરિચય આપી શાબ્દિક સ્વાગત કર્યું હતું. ધો-૮ના વિદ્યાર્થીઓમાં ચૌધરી યશ્વી , ચૌધરી ખનક , ચૌધરી દેવમ , પ્રજાપતિ કાવ્ય ,પટેલ ધર્મ , ચૌધરી યાર્મિન , ચૌધરી કર્મ, રબારી વ્રજ , પંચાલ હેલી , સથવારા દિવ્ય દ્વારા શાળામાં અભ્યાસ દરમ્યાન થયેલા અનુભવો તથા શાળા દ્વારા સિંચીત થયેલ સંસ્કારોને વાચા આપી શાળાના નામ પ્રમાણે આદર્શ વિદ્યાર્થી બનવા અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી. શાળાના સુપર વાઇઝર લવજીભાઈ ચૌધરી “પુરુષાર્થ એ જ ઉત્તમ સિદ્ધિ” એ ઉકિતને સાર્થક કરતું પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરીએ “અમૂલ્ય ધન એટલે કેળવણી” એ વિશે પ્રાસંગિક પ્રવચન આપી શાળામાં મેળવેલ કેળવણી થકી ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરી જીવન સમૃદ્ધ બને તેવી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
શાળાના શિક્ષક શ્રીઅમરીશભાઈ પટેલ એ શાળામાં વર્ષ દરમિયાન થતી પ્રવૃતિઓ નુ અહેવાલ વાંચન કર્યું તથા મહેમાન ખુમજીભાઈ ચૌધરી “કેળવે તે કેળવણી” વિશે પ્રેરણાદાયી પ્રવચન આપી વિદ્યાર્થીઓ ઉચ્ચત્તમ કેળવણી પ્રાપ્ત કરી શાળાના ગૌરવશાળી વિદ્યાર્થીઓ બને તેવા શુભાશિષ પાઠવ્યા હતા. આ સાથે શિક્ષણ તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના વરદ્ હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આભારવિધિ શાળા ના શિક્ષક ચૌધરી રવિનાબેન દ્વારા કરવામાં આવી. પ્રજાપતિ છાયાબેન તથા ચૌધરી બિજલબેન તથા સ્ટાફ સહયોગથી ધો-૮ ના વિદ્યાર્થીઓનો ભવ્યાતિભવ્ય દીક્ષાંત સમારોહ યોજાયો હતો.