BANASKANTHAKANKREJ
થરામાં શ્રી ચામુંડા માતાજી તથા શ્રી બારવટી સિકોતર માતાજીની ફોટો પ્રતિષ્ઠા કરાઈ
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ સુથારવાસ ખાતે બિરાજમાન શ્રી ચામુંડા માતાજી તથા શ્રી બારવટી સિકોતર માતાજીની ફોટો પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
અષાઢીબીજ ના શુભ દિવસે સમસ્ત કાંકરેચા સુથાર પરિવાર થરા,ડુંગરસાણ અને માંડલા ગ્રામજનો દ્વારા શ્રી ચામુંડા માતાજી તથા શ્રી બારવટી સિકોતર માતાજીની ફોટો,શ્રી ક્ષેત્રપાળ દાદાની પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સવારે સ્વ. કમાભાઈ રેવાભાઈ સુથાર પરિવારના મુખ્ય યજમાન પદે પિન્ટુભાઈ કે.સુથાર માંડલા ના યજમાન પદે શાસ્ત્રી ચેતન આર. જોષી બાદલપુરવાળાના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાન થી મંત્રોચ્ચાર સાથે શ્રી વિશ્વકર્મા મંદિર કટાવ ધામના પરમ પૂજ્ય મહંતશ્રી જયરામદાસજી મહારાજ,સમસ્ત ભરવાડ સમાજની ગુરૂગાદીશ્રી ઝાઝાવડાગ્વાલીનાથ જગ્યાના પરમ પૂજ્ય સંતશ્રી ભરતપુરીબાપુ ની પાવન નિશ્રામાં એ.પી.એમ. સી.થરાના ચેરમેન અણદાભાઈ પટેલ,થરા સ્ટેટમાજી રાજવી પ્રુથ્વીરાજસિંહ વાઘેલા,ભુવાજી વાઘાભાઈ સુથારની ઉપસ્થિતિ માં હવન (યજ્ઞ) યોજાયો હતો. બપોરે ૧૨.૩૯ કલાકે શ્રી ચામુંડા માતાજીનો ફોટોના યજમાન અમથાભાઈ સુથાર,માનસુંગભાઈ સુથાર તથા શ્રી સિકોતર માતાજી ના ફોટોના યજમાન સ્વ.શિવાભાઈ દેવરાજભાઈ સુથાર પરિવારના ડાહ્યાભાઈ અને જગશીભાઈ ના વરદ હસ્તે ફોટો પ્રતિષ્ઠા કરવામાં આવેલ.સુથાર પરબતભાઈ છગનભાઈ,સુથાર રઘુભાઈ છગનભાઈ ડુંગરસાણ પરિવારના હસ્તે મહા આરતી ઉતારી બપોરે ભોજન પ્રસાદ બાદ સાંજે આરતી ઉતારી સુથાર પરિવારના સૌ ભાઈઓ છુટા પડ્યા હતા.આ પાવન અવસરે પ્રેસરિપોર્ટર રાજ ગજ્જર, અણદાભાઈ એસ.ચૌધરી, અચરતલાલ ઠક્કર,ભુપેન્દ્રસિંહ ડી.પરમાર,કોર્પોરેટર રસિકભાઈ પ્રજાપતિ,રાયમલભાઈ ચૌધરી સહિત વિશાળ સંખ્યામાં કાંકરેચા પરિવાર સુધાર સમાજ ઉપસ્થિત રહેલ.
નટવર.કે.પ્રજાપતિ,થરા