BANASKANTHAPALANPUR
વડગામ ખાતે કરીયાણા દુકાન માં રોકડ રકમ ની ચોરી
13 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ ખાતે કરીયાણા દુકાન માં રોકડ રકમ ની ચોરી
વડગામ તાલુકા મથક જુની પોસ્ટ ઓફિસ નજીક બજારમાં આવેલ સુરેશભાઈ ત્રિકમભાઈ મથરાણી ની કરીયાણા દુકાન માં પાછળ ના ભાગ ની બારી તોડી કોઈ અજાણ્યા શખ્સોએ દુકાન ના ગલ્લા માંથી રોકડ રૂપિયા અંદાજે પાંચ હજાર, ચાંદી ના બે સિક્કા, ગુટખા મસાલા ના પેકેટ સહિત
અંદાજે રૂપિયા દશ હજાર ની ચોરી થયા અંગે ની જાણ વડગામ પોલીસ મથકે કરવામાં આવી હોવાનું દુકાન માલિક સુરેશભાઈ મથરાણી એ મિડિયા સાથે ની વાત કરતાં ઉપરોક્ત જાણકારી આપી હતી.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ