GUJARAT

જંબુસર મામલતદાર વિનોદભાઈ પરમાર ના અધ્યક્ષ સ્થાને જંબુસર એચ.એસ.શાહ હાઇસ્કુલ માં રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી કરવામાં આવી

આજ રોજ 25 જાન્યુઆરી 2024 ના દિવસે જંબુસર શહેરની શ્રીમતી એચ.એસ.શાહ હાઇસ્કુલ જંબુસર ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી જંબુસર મામલતદાર કચેરી તેમજ શાળાના રાષ્ટ્રીય સેવા યોજના(NSS) વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી હતી. જેમાં જંબુસરના મામલતદાર સાહેબ શ્રી વિનોદભાઈ પરમાર સાહેબ નાયબ મામલતદાર શ્રી મનહરભાઈ અને હેમંતભાઈ ચૌહાણ શાળાના આચાર્ય શ્રી દિલીપ આર.ભટ્ટ. સુપરવાઇઝર શ્રી.હીનાબેન ગામીત તેમજ સિનિયર શિક્ષકો આર. જી. પટેલ, કમલેશ પટેલ અને એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર શ્રી એમ.વાય. માલા ઉપસ્થિત રહ્યા હતા. મામલતદાર સાહેબ શ્રી એ પ્રસંગોચિત પ્રવચન આપી મતદાન જાગૃતિ અંગે મહત્વનો સંદેશ આપ્યો હતો. ત્યાર બાદ બેસ્ટ BLO ની કામગીરી કરનાર શિક્ષકોને સન્માન પત્ર આપવામાં આવ્યા હતા. તે પછી એન.એસ.એસ. વિભાગના વિદ્યાર્થીઓ તેમજ શાળાના અન્ય વિદ્યાર્થીઓના સહયોગથી મતદારોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રગીત નું ગાન કર્યા બાદ કાર્યક્રમ સમાપ્ત થયો હતો. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન શ્રી કમલેશ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!