BANASKANTHAPALANPUR

રિહેન્ એચ. મહેતા વિદ્યાલય માંકડીમાં બનાસકાંઠા જિલ્લાના સર્વપ્રથમ વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર નો શુભારંભ કરવામાં આવ્યો

26 જાન્યુઆરી વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

 

ડૉ. વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અમદાવાદ તથા વાહ ઇન્ડિયા,અમદાવાદ પુરસ્કૃત દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી રિહેન એચ.મહેતા વિદ્યાલય, માંકડી માં બનાસકાંઠા જિલ્લાનું સર્વપ્રથમ અને ગુજરાત રાજ્યનું છઠ્ઠા નંબરનું વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખુલ્લુ મુકાયુ.25 મી જાન્યુઆરી 2023ના રોજ શાળામાં વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ની શુભ શરૂઆત વાહ ઇન્ડિયા ના પ્રમુખશ્રી પ્રફુલભાઈ અમીન ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી.. જેમાં મુખ્ય મહેમાન તરીકે કિશનચંદ ટેકચંદ પરિવાર,ખેડબ્રહ્મા ના શ્રીવિજયભાઈ ચાવલા ,વાહ ઇન્ડિયાના સેક્રેટરી શ્રી આનંદભાઈ પટેલ, બર્મિંગહામ ઇંગ્લેન્ડ થી પધારેલા શ્રીમતી સરયુબેન તેમજ શ્રી મહાદેવભાઈ ચૌધરી, શ્રી નરસિંહભાઈ પટેલ, શ્રી હરીણેશભાઈ પંડ્યા,સાધનાબેન ,સરપંચ શ્રી તથા ડૉ.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન ના રાહુલભાઇ જોષી તેમજ શાળા મંડળના પ્રમુખશ્રી એમ. બી .પ્રજાપતિ તથા મંત્રીશ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ ની ઉપસ્થિતિમાં વાહ કોમ્યુનિટી સાયન્સ લેબ ને ખુલ્લી મુકવામાં આવી.બનાસકાંઠા જિલ્લામાં સર્વપ્રથમ આટલી સુંદર મજાની લેબ અંતરિયાળ વિસ્તારમાં આપવાથી શાળાના આદિજાતિના બાળકોને તથા આજુબાજુની પ્રાથમિક શાળાના બાળકોને પણ વિજ્ઞાનમાં ખૂબ મોટો ફાયદો થવાનો છે તે માટે શાળાના આચાર્યશ્રી ડૉ.રાકેશ પ્રજાપતિ એ વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને વાહ ઇન્ડિયા પરિવારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાહ ઇન્ડિયાના ડૉ.મનીષ સાંગાણી એ કર્યું હતું.ઉદ્ઘાટન સમારંભ બાદ શાળાના બાળકો માટે વિજ્ઞાનના પ્રયોગોને લગતો સુંદર મજાનો વર્કશોપ યોજાયો હતો.. ઉપરાંત બીજા સેશનમાં શાળાની આજુબાજુની શાળાના શિક્ષકોને બોલાવીને એક ચર્ચા સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વિષય દરેક શિક્ષક પોતાની શાળાને દર વર્ષે વૃક્ષારોપણ જેવી પ્રવૃતિઓ કરીને હરિયાળી બનાવે તે માટે તમામ જરૂરી મદદ કિશનચંદ ટેકચંદ પરિવાર ,ખેડબ્રહ્મા કરશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત આ અંતરિયાળ વિસ્તારોના બાળકો ને ભવિષ્યમાં તમામ જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ બને તે માટે વિવિધ એનજીઓનો સંપર્ક કરી તમામ શાળાઓમાં શક્ય હોય તેટલી મદદ પહોંચાડવાની પણ ચર્ચા કરવામાં આવી હતી. તમામ શાળાના શિક્ષક શ્રી અને આચાર્યમિત્રોને વાહ ઇન્ડિયા ના પ્રમુખશ્રી પ્રફુલભાઈ અમીન તથા સેક્રેટરી શ્રી આનંદભાઈ પટેલ દ્વારા શક્ય એટલી તમામ મદદ કરવાની ખાતરી આપવામાં આવી હતી. શાળા પરિવાર તરફથી ઉપસ્થિત તમામ મહેમાનો અને આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકશ્રીઓને મોમેન્ટો તથા કિશનચંદ ટેકચંદ પરિવાર, ખેડબ્રહ્મા તરફથી પ્રસાદ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!